બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આયુષ્માન કાર્ડથી ₹5 લાખની સારવાર બંધ થઈ શકે! e-KYC નહીં કરાવ્યું તો શું થશે? જાણો ઓનલાઈન રીત
5 ફોટો ગેલેરી
Last Updated: 04:20 PM, 14 August 2026
1/5
જો તમે માત્ર આયુષ્માન કાર્ડ બનાવડાવીને નિશ્ચિંત થઈ ગયા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ મળતી 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો સતત લાભ લેવા માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ હોવી જરૂરી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ માહિતી અપડેટ કરાવી છે પરંતુ આયુષ્માન કાર્ડમાં તે વિગતો મેચ થતી નથી, તો તમારે તરત જ e-KYC અપડેટ કરાવવું પડશે.
2/5
આધાર વિગતોમાં સુધારો: જો તમે આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, સરનામું કે લિંગ વગેરેમાં ફેરફાર કરાવ્યો હોય, તો આયુષ્માન કાર્ડમાં પણ તે વિગતો અપડેટ કરવી જરૂરી છે. ઝાંખો ફોટો: જો તમારા કાર્ડ પરનો ફોટો સ્પષ્ટ કે ઓરિજિનલ ન દેખાતો હોય, તો એપ દ્વારા નવો લાઈવ ફોટો અપલોડ કરવો પડે છે. જૂનું કે અધૂરું સ્ટેટસ: જો આયુષ્માન કાર્ડ ઘણું જૂનું હોય અથવા સિસ્ટમમાં e-KYC સ્ટેટસ પેન્ડિંગ બતાવતું હોય, તો કાર્ડને એક્ટિવ રાખવા માટે ફરી e-KYC કરવું પડે છે.
3/5
મફત સારવાર અટકવી: જો આધાર અને આયુષ્માન કાર્ડની વિગતો મેળ નહિ ખાય, તો હોસ્પિટલમાં 5 lakh રૂપિયા સુધીની મફત સારવાર અટકી શકે છે. ઈમરજન્સીમાં મુશ્કેલી: કટોકટીના સમયે કે ગંભીર બીમારીમાં અપડેટ વગરનું કાર્ડ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ક્લેમ રિજેક્ટ થવો: જો હોસ્પિટલ સારવાર શરૂ પણ કરી દે, તો બાદમાં NHA દ્વારા ક્લેમ પાસ કરવામાં સમસ્યા આવી શકે છે અથવા ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. ડિજિટલ કાર્ડ ડાઉનલોડ ન થવું: e-KYC વગર તમે નવું અપડેટેડ ડિજિટલ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહીં.
4/5
આ કામ તમે તમારા સ્માર્ટફોન પર ઘરબેઠા જ મિનિટોમાં કરી શકો છો: તમારા ફોનમાં Google Play Store માંથી Ayushman App અને ચહેરો સ્કેન કરવા માટે Aadhaar FaceRD App ઇન્સ્ટોલ કરો. એપ ઓપન કરી Login પર ક્લિક કરો અને Beneficiary વિકલ્પ પસંદ કરો. તમારો મોબાઈલ નંબર દાખલ કરી OTP થી વેરિફિકેશન કરો. તમારું રાજ્ય, યોજના અને જિલ્લો પસંદ કરો. Search By માં તમારો આધાર નંબર અથવા રાશન કાર્ડ નંબર નાખીને સર્ચ કરો. સ્ક્રીન પર તમારા પરિવારના સભ્યોની યાદી આવશે. જે સભ્યની માહિતી અપડેટ કરવી હોય તેની સામેના e-KYC અથવા Redo e-KYC ઓપ્શન પર ક્લિક કરો. ઓથેન્ટિકેશન માટે Aadhaar OTP, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેશનમાંથી અનુકૂળ વિકલ્પ પસંદ કરો (Aadhaar OTP સૌથી સરળ રસ્તો છે). વેરિફિકેશન પૂર્ણ થયા બાદ નવી વિગતો ચેક કરી લાઈવ ફોટો ક્લિક કરીને અપલોડ કરો. મોબાઈલ નંબર, સંબંધ અને પિન કોડ જેવી વિગતો કન્ફર્મ કરીને Submit કરો. સામાન્ય રીતે આ વિગતો થોડા જ કલાકોમાં એપ્રૂવ થઈ જાય છે, ત્યારબાદ તમે અપડેટેડ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ