બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Ayodhya Ram Mandir Ramayana which was made in Japan in 1983 became popular even today in India

અયોધ્યા રામ મંદિર / 1983માં જાપાનમાં બનેલી આ રામાયણ આજે પણ લોકોમાં પોપ્યુલર, ભારતમાં થઈ ગઈ હતી બેન

Megha

Last Updated: 12:20 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 1983માં જાપાની ફિલ્મ નિર્માતા યુગો સાકો પ્રથમ વખત ભારત આવ્યા હતા અને રામાયણ વિશે જાણ્યું, એ બાદ તેના પર ફિલ્મ 'રામાયણ ધ લીજેન્ડ ઓફ પ્રિન્સ રામ' બનાવવાનું નક્કી કર્યું હતું.

  • રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
  • આમ તો રામાયણ પર ઘણી સિરિયલો અને ફિલ્મો બની ચૂક્યા છે.
  • રામાયણ પર બનેલી ફિલ્મ 'રામાયણ ધ લીજેન્ડ ઓફ પ્રિન્સ રામ' વિશે જાણીએ. 

500 વર્ષનાં લાંબા સમય બાદ આખરે આજે 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. એક રીતે આખો દેશ 22મી જાન્યુઆરીના આ ઐતિહાસિક દિવસનો સાક્ષી બની રહ્યો છે.   

Topic | VTV Gujarati

આમ તો રામાયણ પર ઘણી સિરિયલો અને ફિલ્મો બની ચૂક્યા છે. એ વાત તો જાણીતી જ છે કે વર્ષ 2023માં આવેલ ફિલ્મ આદિપુરુષને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. પરંતુ એ પહેલા પણ રામાયણ કર એક ફિલ્મ એવી આવી હતી જેને લઈને વિવાદ સર્જાયો હતો. વર્ષ 1983ની આ વાત છે. જાપાની ફિલ્મ નિર્માતા યુગો સાકો પ્રથમ વખત ભારત આવ્યા હતા અને રામાયણ વિશે જાણ્યું. એ બાદ રામાયણના 10 વર્ઝન જાપાનીઝમાં વાંચ્યા અને પછી તેના પર ફિલ્મ  'રામાયણ ધ લીજેન્ડ ઓફ પ્રિન્સ રામ' બનાવવાનું નક્કી કર્યું હતું. 

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમે તમને રામાયણ પર બનેલી ફિલ્મ 'રામાયણ ધ લીજેન્ડ ઓફ પ્રિન્સ રામ' વિશે થોડી જણાવવા જઈ રહ્યા છીએ. યુગો સાકોએ રામાયણ પર ફિલ્મ બનાવવાની શરૂઆત તો કરી પણ ફિલ્મ બને તે પહેલા જ વિવાદોમાં સપડાઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે તેઓ એનિમેટેડ રામાયણ બનાવી રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ તેની વિરુદ્ધ હતી. 

વિશ્વ હિંદુ પરિષદે કહ્યું કે રામાયણને કાર્ટૂનની જેમ બતાવવું યોગ્ય નથી. જો કે ઉગો સાકોએ ખાતરી આપી હતી કે તેઓ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા દેશે નહીં, એ બાદ ફિલ્મ બનાવવાની પરવાનગી મળી હતી. 

વધુ વાંચો: અયોધ્યા રામલલાના 'પ્રાણ-પ્રતિષ્ઠા' કાર્યક્રમમાં હાજરી નહીં આપે અક્ષય કુમાર, જાણો કારણ

રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે આ ફિલ્મના હિન્દી ડબિંગમાં રામના પાત્ર માટે અવાજ આપ્યો હતો પરંતુ જ્યારે ફિલ્મની રિલીઝનો સમય આવ્યો ત્યારે બાબરી મસ્જિદનો વિવાદ છેડાઈ ગયો હતો. આ વિવાદને કારણે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ શકી નહતી. 

IMDb પર 9.2 રેટિંગ મળેલ આ ફિલ્મ ભારતમાં ત્રણ વર્ષ સુધી બેન રહી અને પછી આ ફિલ્મ કાર્ટૂન નેટવર્ક પર બતાવવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ