બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Ayodhya Ram Mandir One such temple of Ayodhya, without darshan Lord Ramlala is to be incomplete

અયોધ્યા રામ મંદિર / અયોધ્યાનું એક એવું મંદિર, જેના દર્શન વિના ભગવાન રામલલાના દર્શન છે અધૂરા

Megha

Last Updated: 12:06 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિર - ભગવાન મતગજેન્દ્રનું મંદિર અયોધ્યામાં આવેલું છે, જેને અયોધ્યાના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કર્યા વિના રામલલાના દર્શન અધૂરા માનવામાં આવે છે.

  • અયોધ્યા નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ છે.
  • આ મંદિરમાં દર્શન કર્યા વિના રામલલાના દર્શન અધૂરા કહેવાય છે.
  • આ સ્થાનનું પૌરાણિક મહત્વ ઘણા ગ્રંથોમાં પણ દર્શાવવામાં આવ્યું છે.

અયોધ્યા નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ છે. રામ મંદિરને લઈને અયોધ્યા ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે દરેક લોકો અયોધ્યા વિશે વધુને વધુ જાણવા માંગે છે. રામનગરી અયોધ્યામાં ઘણા મોટા અને ઐતિહાસિક વારસાના સ્થળો આવેલા છે, જે આજે પણ ત્રેતાયુગની ઝલક દર્શાવે છે. 

Celebrations from Times Square to Eiffel Tower: How are Europe-USA preparing for Ram Mandir Mohotsav?

એવામાં આજે અમે તમને રામજન્મભૂમિના રામકોટમાં સ્થિત ભગવાન મતગજેન્દ્રના ઐતિહાસિક મંદિર વિશે જણાવશું જેને અયોધ્યાના કોટવાલ એટલે કે રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે રામ નગરી અયોધ્યામાં અઢળક મંદિરો છે અને દરેક મંદિરનો પોતાનો ઇતિહાસ છે, પરંતુ અમુક મંદિરો એવા છે જેનો સીધો સંબંધ અયોધ્યાના રાજા રામ સાથે છે, જેમ કે ભગવાન મતગજેન્દ્ર છે. 

આખા વર્ષ દરમિયાન લાખો ભક્તો અયોધ્યામાં દર્શન અને પૂજા માટે આવે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે અયોધ્યામાં એક એવી જગ્યા છે જ્યાં તમામ મંદિરોમાં દર્શન કર્યા પછી જો આ સ્થાન પર દર્શન અને પૂજા ન કરવામાં આવે તો ભગવાન રામલલાના દર્શન અધૂરા કહેવાય છે. લંકાપતિ રાવણના ભાઈ અને રામ ભક્ત વિભીષણના પુત્ર બાબા મતગજેન્દ્રની અહીં પૂજા થાય છે. આ સ્થાનનું પૌરાણિક મહત્વ આધ્યાત્મિક પુસ્તકોમાં પણ દર્શાવવામાં આવ્યું છે.

Prana Pratishtha Mohotsav of Ram Temple will be celebrated at Ayodhya on 22 January 2024

પૌરાણિક ગ્રંથો અનુસાર, જ્યારે ભગવાન રામ લંકા પર વિજય મેળવીને પુષ્પક વિમાનમાં અયોધ્યા પાછા ફર્યા ત્યારે એમની સાથે વિભીષણ અને તેમના પુત્ર સાથે વાનર સેના પણ તેમની સાથે અયોધ્યા આવ્યા હતા. અયોધ્યામાં ભગવાન રામ સાથે ઘણો સમય વિતાવ્યા પછી, બાકીના બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા, પરંતુ હનુમાન અને વિભીષણના પુત્ર મતગજેન્દ્ર ભગવાન રામની સેવા કરવા માટે અયોધ્યામાં રોકાયા હતા. પરંતુ જ્યારે ભગવાન શ્રી રામ સાકેત જવા લાગ્યા ત્યારે હનુમાનને અયોધ્યાનો રાજા અને વિભીષણના પુત્ર મતગજેન્દ્રને અયોધ્યાનો કોટવાલ એટલે કે રક્ષક બનાવવામાં આવ્યા અને કહ્યું હતું કે જે કોઈ અયોધ્યા આવે છે, જો તે મતગજેન્દ્રના દર્શન નહીં કરે તો તેને અયોધ્યા આવવાનો લાભ નહીં મળે.

વધુ વાંચો: આ મંદિરમાં રાજા રામને દરરોજ પોલીસ આપે છે સલામી: PM હોય કે CM, કોઈને નથી અપાતું ગાર્ડ ઑફ ઑનર

આયોધ્યાના પૂજારીનું કહેવું છે કે 'અયોધ્યાના વૃદ્ધ લોકો આ સ્થળનું મહત્વ જાણે છે. જન્મભૂમિમાં દર્શન કરતાં પહેલાં તેઓ અહીં માથું નમાવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે રામના દર્શન કરતાં પહેલાં તેમના નિયુક્ત કોટવાલના દર્શન કરવા જરૂરી છે. આ મંદિરનું પણ અલગ મહત્વ છે. હોળી પછીના પ્રથમ મંગળવારને સ્થાનિક ભાષામાં ‘બુધવા મંગલ’ કહે છે. તે દિવસે આ મંદિરમાં મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે હજુ આ મંદિર વિશે ઘણા ઓછા લોકો જાણે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ