બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Avoid eating these things on an empty stomach early in the morning along with stomach upset the liver can also get damaged

સાવધાન / સવારે ખાલી પેટે આ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે પડી શકે છે ભારે! ખરાબ થઈ શકે છે લિવર

Arohi

Last Updated: 07:26 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હંમેશા એવું કહેવામાં આવે છે કે સવારની શરૂઆત એક સારા બ્રેકફાસ્ટ અને ડ્રિંકની સાથે કરવી જોઈએ. જો તમે કઈ પણ ખાઈ લો છો તો તે તમારા પેટને નુકસાન પહોંચાડી શકે છે.

  • સારા બ્રેકફાસ્ટથી કરો સવારની શરૂઆત 
  • નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન 
  • લિવર પણ થઈ શકે છે ખરાબ 

સવારથી લઈને રાત સુધી એક સારૂ-ખરાબ કંઈ પણ ખાવામાં આવે તો તેની સીધી અસર આપણા પેટ પર પડે છે. ખાસ કરીને જ્યારે પણ આપણે ખાલી પેટે કંઈ પણ ખાઈ લઈએ છીએ તો તેની સીધી અસર આપણા પેટ પર પડે છે. ખાલી પેટમાં ઘણા પ્રકારનો ગેસ ભરાયેલો હોય છે. જો એવામાં તમે કંઈ પણ ખાઈ લો તો તેનાથી પેટમાં ગેસ વધી જાય છે પછી તમારા પેટમાં ગડબડ થઈ જાય છે. 

આટલું જ નહીં લિવર અને કિડની પર પણ તેની ખરાબ અસર પડે છે. મોટાભાગના ભારતીય સવારે ઉઠતાની સાથે જ અથવા તો એમ કહો કે પોતાના દિવસની શરૂઆત જ ચા કે કોફીની સાથે કરે છે. જેના કારણે શરીરનું સંપૂર્ણ પીએચ બેલેન્સ બગડી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોફીની જેમ જ અમુક વસ્તુઓ એવી છે જે ખાલી પેટે ખાવાથી શરીરનું પીએચ બેલેન્સ સંપૂર્ણ રીતે બગડી જાય છે. 

સવારે ખાલી પેટે આ વસ્તુઓનું ન કરો સેવન 
એક રિપોર્ટ અનુસાર લોકો પોતાના દિવસની શરૂઆત કોફીથી કરે છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એવું કરવું તમારી હેલ્થ માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોફી પીવા બાદ પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડની માત્રા વધી જાય છે. 

આ ખાલી પેટમાં પહેલાથી રહે છે અને કોપી પીધા બાદ વધી જાય છે. પીધા બાદ પેટમાં ગડબડ થઈ જાય છે અને આખો દિવસ ફુલી જાય છે. જેના કારણે એસિડિટી અને ગેસ્ટ્રિક થઈ જાય છે. 

મસાલેદાર ફૂડ 
ખાલી પેટમાં કોઈ પણ સ્પાઈસી ભોજન ન ખાવું જોઈએ. તેનાથી પેટ ખરાબ થઈ જાય છે. મસાલામાં રહેલા એસિડ આંતરડાની લાઈનિંગને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. આંતરડાના આઉટ એરિયાનો સીધો સંબંધ લિવર, કિડની અને બ્રેઈનથી થાય છે. જેની અસર સીધી લિવર અને કિડની પર પડે છે. 

સ્વીટ વસ્તુઓ 
ઘણા લોકો ખાલી પેટે પોતાની સવારની શરૂઆત ફ્રૂટ અથવા જ્યુસથી કરે છે પરંતુ તેની સીધી અસર તમારા પેન્ક્રિયાઝ પર પડે છે. તેનાથી તમારે બચવું જોઈએ. રાતમાં મોડે સુધી આરામ કર્યા બાદ પેન્ક્રિયાઝને સવારના સમય ગળી વસ્તુઓ પચાવવામાં ખૂબ જ વધારે મહેનત પડે છે. 

તેના કારણે આખા પેટ પર અસર પડે છે. માટે ક્યારેય સવારની શરૂઆત ગળી કે પ્રોસેસ્ડ ફૂડથી ન કરવી જોઈએ. તેની ખતરનાક અસર લિવર પર પણ પડે છે. 

ખાલી પેટ સાઈટ્રેસ ફળ ક્યારેય ન ખાવા 
ક્યારેય પણ પોતાના દિવસની શરૂઆત લીંબૂ, સંતરા જેવા ફળથી ન કરવી જોઈએ. ક્યારેય પણ સંતરાને દિવસની શરૂઆતમાં ન ખાવા જોઈએ તેનાથી આખો દિવસ પેટ ફૂલેલુ રહે છે. સાથે જ ક્યારેય પણ ખાલી પેટે વધારે ફળ ન ખાવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ