ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સોઉથ વેલ્સને મોટો ફટકો
ભયાનક જંગલી આગથી ઓસ્ટ્રેલિયા ખતમ થઇ રહ્યું છે. આ આગમાં કુલ ૨૪ લોકોનાં મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના બધાજ રાજ્યમાં આગ લાગી છે પરંતુ ન્યુ સોઉથ વેલ્સને સૌથી મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં ૨૦૦૦થી પણ વધારે ઘરને નુકસાન થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશોની સહાયતા લીધા પછી પણ આ વિશાળ આગ કાબુમાં લાવવા ખુબ સંઘર્ષ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
તુઘલખી ઉપાય લઈને આવ્યા
ઓસ્ટ્રેલિયાના ૬ રાજ્યમાં કુલ ૭.૩ મિલિયન હેક્ટરમાં જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. જો કે સૌથી વધુ ખરાબ હાલત તો એનએસડબ્લ્યુની (NSW) વિસ્તારની છે, જેમાં 9.9 મિલિયન હેકટર બળી ગયા છે. ઓસ્ટ્રેલિયા હાલમાં દાવાનળમાં ડૂબી રહ્યું છે. જેને નિયંત્રણમાં લાવા માટે તેમને પાણીની અછત પડી છે. ત્યાના અધિકારીઓ તુઘલખી ઉપાય લઈને આવ્યા છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં હજારો ઊંટોને મારવા અને દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં પાણી પીતા પશુઓને રોકવા આવો નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
10,000 ઊંટોને મારવામાં આવશે
ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું કે મૂળ વતની નેતાઓના આદેશ બાદ બુધવારથી હેલિકોપ્ટરમાં વ્યાવસાયિક શૂટર્સ દ્વારા 10,000 ઊંટોને પાડવામાં આવશે. રાષ્ટ્રીય ફેરલ કેમલ મેનેજમેન્ટ એવું કહે છે કે જો 'જંતુ નિયંત્રણ’ ન કરવામાં આવે તો દર વર્ષે ઊંટોની વસતી વધી શકે છે. જે કારણે માણસોને પાણીની કમી થઇ શકે છે. બીજા દેશના હજારો પ્રાણીઓને બચાવવા માટે એક દેશના હજારો પ્રાણીઓને મારવા, શું આ ન્યાયપૂર્ણ છે? શું આજ છે ઓસ્ટ્રેલિયા માટે શ્રેષ્ઠ ઉપાય? આ આગ એકદમ બંધ થઇ શકે એવી સંભાવના લાગતી નથી કારણ કે તે દર વર્ષે બનતી ઘટના છે. એવું માનવામાં આવે છે કે આ આગ હજુ વધી પણ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ