બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attempted murder of a girl by cutting her throat in Umreth anand

આણંદ / ગ્રીષ્મા હત્યાકાંડ જેવો ઘાટ.!, ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાની કોશિશ, બૂમરાડ કરી રહેલી યુવતીની હાલત દયનીય

Mahadev Dave

Last Updated: 07:58 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં એક જ દિવસ અગાઉ રહેવા આવેલા યુવક-યુવતી વચ્ચેના ઝઘડા બાદ યુવકે યુવતીના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ યુવતને સારવાર અર્થે ખાસેડવામાં આવી હતી.

  • આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાની કોશિશ
  • એક દિવસ અગાઉ રહેવા આવેલા યુવક-યુવતી વચ્ચે થયો હતો ઝઘડો
  • યુવકે યુવતીના ગળામાં માર્યા હતા અનેક ઘા

આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાની કોશિશ઼ કરવામાં આવી હોવાનું સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.એક દિવસ અગાઉ ભાડે રહેવા આવેલા યુવક અને યુવતી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. જેમાં મારકૂટ અને બુમાબુમ થતા આસપાસના રહીશો દોડી ગયા હતા અને મકાન માલિકને જાણ કરી હતી. ત્યારબાદ લોકોએ ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસએ હોસ્પિટલ દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાની કોશિશ
ગઈકાલે જ યુવક અને યુવતી ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. આજે બપોરના સમયે યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગંભીર હાલતમાં યુવતીને બાથરૂમમાં પુરી દિધી હતી.એટલું જ નહીં મકાન બહાર તાળું મારી આરોપી નાશી છૂટતા યુવતીએ બૂમાબૂમ કરી હતી. જેને પગલે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યા મકાનનો દરવાજો ખોલતા યુવતી યુવતી બાથરૂમમાંથી મળી આવી હતી. જ્યાંથી 108  મારફતે યુવતીને સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.


યુવતીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ 

બીજી તરફ આ મામલે ઉમરેઠ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ યુવક સામે હત્યાની કોશિષનો  ગુનો નોંધ્યો છે. વધુમાં અજાણ્યા યુવક, યુવતી કયાના છે અને એક બીજા સાથેનો કયો સબંધ છે તે સહિતની દિશામા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનિય છે કે ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી હત્યા કરાઈ હતી.એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ યુવતીની હત્યા કરતા હાહાકાર મચી ગયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Anand આણંદ ઉમરેઠ તીક્ષ્ણ હથિયાર હત્યાની કોશિશ Anand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ