બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Attempt to abduct a child while going for tuition on Ahmedabad CCTV

માતા પિતા ચેતજો / અમદાવાદમાં ધોળા દિવસે ટ્યુશન જતાં બાળકના અપહરણનો પ્રયાસ, CCTV આધારે તપાસનો ધમધમાટ

Kishor

Last Updated: 07:54 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડામાં 14 વર્ષના તરુણના અપહરણના પ્રયાસની ઘટનાને લઈને સનસનાટી મચી જવા પામી છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

  • અમદાવાદના નરોડામાં તરુણના અપહરણનો પ્રયાસ
  • બાઈક અને ઈકો કાર ચાલકે અપહરણનો પ્રયાસ કરતાં ચકચાર
  • પોલીસે CCTVના આધારે શરૂ કરી તપાસ 

અમદાવાદમાં ધોળા દિવસે નરોડામાં 14 વર્ષના તરુણના અપહરણનો પ્રયાસ કરવામાં આવતા દહેશત ફેલાઈ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્યુશનથી પરત આવતા 14 વર્ષના કિશોરના અપહરણનો બાઇક ચાલકે પ્રયાસ કરતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.આ પ્રકરણમાં બાઈક ચાલક અને ઇકો વાન ચાલકની સંડોવણી હોવાની આશંકાને લઈને CCTVના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. 

ટ્યુશનથી ઘરે આવતા બાળકનો અપહરણનો પ્રયાસ
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર નરોડા પ્રમુખ એવન્યુમાં રહેતા દિનેશભાઇ પંચાલનો 14 વર્ષનો દીકરો ટ્યુશન જવા ઘરેથી નીકળ્યો હતી.  આ દરમિયાન બાઈક પર આવેલા એક શખ્સે પાછળથી બાળકને પકડીને અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ બાઈકની સાથે એક ઇકો વાન પણ હતી.  પરંતુ આ દરમ્યાન એક મહિલા આવી જતા બાળકનું અપહરણ થતા અટકી ગયું અને આરોપી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાથી કિશોર હેબતાઈ ગયો હતો અને પરિવારજનોને જાણ કરતા પરિવારમાં દહેશત ફેલાઈ હતી. 


તરુણે રસ્તા પર બુમાબુમ કરતા લોકોએ અપહરણકર્તાને ભગાડ્યા
અપહરણ કેસમાં એક શંકાસ્પદ બાઈક ચાલકના CCTV પણ સામે આવ્યા છે. જેમાં આ બાઈક ચાલકે બાળકને રોકીને તેનો કોલર પકડ્યો હોવાનું દ્રશ્યમાન થઇ રહ્યું છે.આ ઘટનાને લઈને બાળક ગભરાઈ ગયો હતો અને બાળક રસ્તા પર ફફડી રહ્યો હતો આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક મહિલાએ આ દ્રશ્ય જોતાં તે ત્યાં પહોંચી અને બાઈક પર આવેલા આરોપીઑથી બાળકને હેમખેમ બચાવ્યો હતો. આ વેળાએ આરોપીઑએ લાજવાને બદલે ગાજ્યાં હોય તેમ "આજ તો તુને ઉસે બચા લિયા કલ કોન બચાયેગા" તેમ કહીને તે બાઈક લઈને ભાગી ગયો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.  મહત્વનું છે કે આ અગાઉ પણ ગોતામાં એક બાળકીનું ઇકો વાનમાં અપહરણના પ્રયાસની ઘટના સામે આવી હતી. આ એક બાદ એક અપહરણના પ્રયાસની ઘટનાથી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચએ તપાસ શરૂ કરી છે. આ ઘટના પાછળ હ્યુમન ટ્રાફિકિંગ કે કોઈ અંગત અદાવતમાં અપહરણનો પ્રયાસ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ