બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Atiq Ahmed was again taken to Sabarmati Jail

BIG NEWS / 72 કલાક બાદ અતિક અહેમદ હેમખેમ સાબરમતી જેલ પહોંચતા લીધો હાશકારો, અપહરણ કેસમાં આજીવન કેદની પડી છે સજા

Dinesh

Last Updated: 07:52 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અહેમદને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાંથી લઈને ત્રણ વાહનોનો કાફલો ગુજરાતની સાબરમતી જેલ આવ્યો છે

  • અતીક અહેમદને ફરી સાબરમતી જેલમાં લવાયો
  • તેને સાબરમતી જેલમાં જ રાખવામાં આવશે
  • અતીકને ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદ

ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજનેતા બનેલા અતીક અહેમદને મંગળવારે (28 માર્ચ) ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અપહરણના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અતીકને સાબરમતી જેલમાં પરત લાવવામાં આવ્યો છે. તેને સાબરમતી જેલમાં જ રાખવામાં આવશે.

ત્રણ વાહનોનો કાફલો ગુજરાતની સાબરમતી જેલ આવ્યો
અતીક અહેમદને લઈને ત્રણ વાહનોનો કાફલો ગુજરાતની સાબરમતી જેલ આવ્યો છે. જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 26 માર્ચના રોજ અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદની સાબરમતી જેલથી અતિક અહેમદને UP લઈ જવા માટે 45 પોલીસ જવાનોની ટીમ આવી હતી અને તેને લઈ ગઈ હતી 
 
અશરફને મોકલાયો બરેલી જેલમાં
સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં સુનાવણી માટે અતીક અહેમદને સાબરમતી જેલમાંથી રોડ માર્ગે લાવવામાં આવ્યો હતો. સુનાવણી પહેલા તેને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતા. નૈની જેલના સુપ્રિટેન્ડેન્ટ શશિકાંત સિંહે જણાવ્યું હતું કે, "કોર્ટના આદેશ મુજબ અતીક અહેમદને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે." શશિકાંત સિંહે જણાવ્યું કે આ પહેલા ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને કોર્ટમાંથી જ બરેલી જેલમાં મોકલવામાં આવ્યો હતો.

ભારે સુરક્ષા વચ્ચે મોકલાયો બરેલી જેલમાં
પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને બરેલીથી અપહરણના કેસમાં અહીંની વિશેષ અદાલતમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો, તેને મંગળવારે સાંજે ભારે સુરક્ષા વચ્ચે બરેલી જેલમાં પરત મોકલવામાં આવ્યો હતો.

અતીકને આજીવન કેદ
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં ગઈકાલે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. 

અતીકની ફાઈલ તસવીર

ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી હતી 
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ સામે આવ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સો આરોપી હતા.આ કેસમાં રાજૂ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લગાવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારઝુડની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ