બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / 'At this point I am a tortoise, not a rabbit' Captain Hardik feels sad after defeat, makes a big statement about his bowling

IND vs WI / 'આ સમયે હું કાચબો છું, સસલું નથી' હાર બાદ દુઃખી થયો કેપ્ટન હાર્દિક, પોતાની બોલિંગ વિશે આપ્યું મોટું નિવેદન

Megha

Last Updated: 12:42 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન હાર્દિક પંડયાએ તેની ફિટનેસ વિશે વધુમાં કહ્યું કે, 'મારે વર્લ્ડ કપ માટે તૈયાર રહેવા માટે વધુ ઓવર ફેંકવી પડશે.આ વખતે હું કાચબો છું, સસલું નથી.આશા છે કે વર્લ્ડ કપ પછી બધુ ઠીક થઈ જશે.'

  • ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો
  • હાર્દિક પંડ્યાએ પોતાની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું 
  • વર્લ્ડ કપ માટે તૈયાર રહેવા માટે વધુ ઓવર ફેંકવી પડશે

વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર બાદ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું છે. હાર્દિક પંડ્યા મુજબ વર્લ્ડ કપ માટે તૈયાર રહેવા માટે તેણે વધુ ઓવરો ફેંકવાની જરૂર છે. જણાવી દઈએ ક  મોહમ્મદ સિરાજની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા પાસે આક્રમક બોલિંગની કમાન છે. હાલમાં બંને મેચના ઓછા સ્કોરિંગને કારણે હાર્દિક એક પણ મેચમાં 10 ઓવરનો ક્વોટા પૂરો કરી શક્યો નથી. જણાવી દઈએ કે હાર્દિકે બીજી ODIમાં 6.4 ઓવર ફેંકી, 5.70ની ઈકોનોમીમાં કોઈ વિકેટ લીધા વિના 38 રન આપ્યા. 

ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો
નોંધનીય છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટનશિપની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટને કહ્યું, 'અમે અપેક્ષા મુજબ બેટિંગ કરી ન હતી. પ્રથમ દાવ કરતાં વિકેટ ઘણી સારી મળી હારને કારણે નિરાશા થઈ પણ ઘણી શીખવાએ મળ્યું. ઓપનર અને ઈશાન કિશન જે રીતે બેટિંગ કરી રહ્યા છે તે ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ છે. શાર્દુલ ઠાકુરે અમારી આશા જીવંત રાખી પરંતુ હોપે ધમાકેદાર પ્રદર્શન કરીને પોતાનું સંયમ જાળવી રાખ્યું અને જીત મેળવી.

હું કાચબો છું, સસલું નથી
તેણે પોતાની ફિટનેસ વિશે વધુમાં કહ્યું કે, 'મારે વર્લ્ડ કપ માટે તૈયાર રહેવા માટે વધુ ઓવર ફેંકવી પડશે.આ વખતે હું કાચબો છું, સસલું નથી.આશા છે કે વર્લ્ડ કપ પછી બધુ ઠીક થઈ જશે.આ અમારી ટેસ્ટ છે, સીરિઝ 1-1ની બરાબરી પર છે અને આગામી મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે.

મેચની વાત કરીએ તો ઈશાન કિશન (55) અને શુભમન ગિલ (34)ની જોડીએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 90 રન જોડ્યા. પરંતુ કોહલીની ગેરહાજરીમાં બિનઅનુભવી મિડલ ઓર્ડર કંઈ અદ્ભુત કરી શક્યો નહીં. ઈશાન અને ગિલ બાદ સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. આ સિવાય 5 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા નથી. ભારતે આગળની 9 વિકેટ 91 રનમાં ગુમાવી દીધી હતી. 

આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત સારી રહી હતી. વેસ્ટ ઈન્ડિઝએ પ્રથમ વિકેટ માટે 53 રન જોડ્યા હતા, પરંતુ શાર્દુલ ઠાકુરની બોલિંગ સામે 20 રનની અંદર 3 વિકેટ ગુમાવી હતી. પણ કેપ્ટન શે હોપ 63 રન બનાવ્યા તો બ્રેન્ડન કિંગ (48) સાથે 5મી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી. રનની અણનમ ભાગીદારીથી ટીમનો વિજય હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ