બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / At Least 10 Killed In Road Accident Near Nadiad After Car Rams Into Stationary Tanker

ગુજરાત / VIDEO : દીકરીની વધામણી દેવા દુબઈથી આવ્યાં, MBBSના વિદ્યાર્થી સહિત 10નો ખુરદો, કોણ છે મૃતકો?

Last Updated: 10:43 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાળનો કોળિયો બનેલા 10 લોકોના નામ સામે આવ્યાં છે જેમાં એક મહિલા તો છેક દુબઈથી આવ્યાં હતા.

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરાનો એક વિદ્યાર્થી અને દુબઈથી આવેલી એક મહિલા પણ સામેલ છે. 
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોના ભોગ લેનારા ગોઝારા એક્સિડન્ટથી આખા ગુજરાતમાં શોકની લહેર દોડી ગઈ છે. મૃતકોમાં અમદાવાદ, વડોદરા અને ભરુચ સહિતના બીજા કેટલાક શહેરોમાં લોકો હતા. ગોઝારા એક્સિડન્ટમાં મોત ભેટનાર એમબીબીએસનો વિદ્યાર્થી નીલકુમાર ભોજાણી અને જયશ્રીબેન મિસ્ત્રી છે. વડોદરાના જયશ્રીબેન મિસ્ત્રી  છેલ્લા આઠ વર્ષથી દુબઈમાં કામ કરતાં હતા અન તાજેતરમાં પૌત્રને ઘેર દીકરીનો જન્મ આવતાં વધામણા દેવા માટે વડોદરા આવ્યાં હતા અને કારમાં બેસીને અમદાવાદ આવતાં ત્યારે ભેટેલા અકસ્માતમાં ખપી ગયા હતાં. આ ઘટનાને પગલે સોસાયટી અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. 

કેવી રીતે થયો અકસ્માત
ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદમાં 10 લોકોનો ભોગ લેનાર કાળમુખા એક્સિડન્ટનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કારનો કચ્ચરઘાણ અને કફનમાં વીંટળાયેલી લોકોની લાશો જોઈ શકાય છે. નડિયાદ નજીકથી પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર પડેલા ટ્રેલરને પાછળના ભાગે જોરદાર રીતે ટકરાઈ હતી અને તેમાં કારમાં સવાર 8 લોકોના તત્કાળ મોત થયાં હતા તથા 2 લોકો હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં મોતને ભેટ્યાં હતા. 

વડોદરાથી અમદાવાદ જતાં હતા 
નડિયાદમાં મરેલા 10 લોકો વડોદરાથી કાર લઈને અમદાવા જતાં હતા અને ત્યાં નડિયાદ પાસે તેને ભયંકર અકસ્માત નડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર કબજે કરી હતી. આ સાથે તમામ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. પોલીસ આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકે છે. જો કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની હજુ સુધી જાણકારી મળી શકી નથી. આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભાંગી પડી છે અને રોડની આસપાસ લોહી દેખાય છે. કાર સામેથી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. એટલા માટે કારનો આગળનો ભાગ ખરાબ રીતે દટાઈ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad accident Nadiad car Accident nadiad Accident Nadiad Car accident
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ