બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Astrology avoid travelling in west direction on Wednesday

જ્યોતિષ શાસ્ત્ર / બુધવારે ભૂલથી પણ ન કરો પશ્ચિમની યાત્રા, આ 5 કાર્યો મનાય છે અશુભ, ભોગવવું પડી શકે છે માઠું પરિણામ

Manisha Jogi

Last Updated: 08:02 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે ભગવાન ગણેશની પૂજા અર્ચનાનું મહત્ત્વ રહેલું છે. બુધવારે આ કામ ક્યારેય પણ ના કરવા જોઈએ, જેના કારણે ઘરમાં આર્થિક પરેશાનીની સાથે તણાવનો પણ સામનો કરવો પડી શકે છે.

  • બુધવારે બિલકુલ પણ ના કરશો આ કામ.
  • આ ચાર કાર્ય બિલકુલ પણ ના કરવા જોઈએ.
  • દાંપત્યજીવનમાં તકરાર તથા આર્થિક પરેશાની થઈ શકે છે. 

હિંદુ ધર્મમાં દરેક વાર અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, બુધવારે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. કેટલાક એવા કામ પણ છે, જે બુધવારે ક્યારેય ના કરવા જોઈએ. બુધવારે કયા કામ ના કરવા જોઈએ તે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

પૈસાની લેવડ દેવડ ના કરશો- જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારે પૈસાની લેવડ દેવડ બિલકુલ પણ ના કરવી જોઈએ. માનવામાં આવે છે કે, આ દિવસે કોઈપણ વ્યક્તિને ઉધાર આપવાથી અથવા લેવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે.

પશ્ચિમ દિશામાં યાત્રા ના કરો- બુધવારે સારા કાર્ય કરવા માટે પશ્ચિમ દિશાની યાત્રા ના કરવી જોઈએ. બુધવારે અચાનકથી બહાર જવાનું થાય તો યાત્રા કરતા સમયે કેટલીક ખાસ સાવધાની રાખવી જોઈએ. બુધવારે પશ્ચિમ દિશાની યાત્રાને અશુભ માનવામાં આવે છે. 

કાળા રંગના કપડા ના પહેરવા- બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે કાળા કપડા ના પહેરવા જોઈએ. માનવામાં આવે છે કે, બુધવારે કાળા રંગના કપડા પહેરવાથી દાંપત્યજીવન પર ખરાબ અસર થાય છે. પતિ અને પત્નીના સંબંધોમાં તણાવ ઉભો થઈ શકે છે. આ કારણોસર ભૂલથી પણ કાળા કપડા ના પહેરવા જોઈએ. 

કોઈ પણ વ્યક્તિને કડવા વેણ ના કહેશો- જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારને બુધ ગ્રહનો દિવસ માનવામાં આવે છે. બુધ ગ્રહને બુદ્ધિ, વિવેકની સાથે સાથે વાણી માટે પણ અસરકારક ગ્રહ માનવામાં આવ્યો છે. આ કારણોસર કોઈપણ વ્યક્તિને બુધવારના દિવસે કડવા શબ્દો ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધાર્મિક માન્યતા પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ