બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asian Games 2023 Team India announcement for Asian Games: Playing 11 team will play under Rituraj's captaincy

Asian Games 2023 / એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: ઋતુરાજની કેપ્ટનશીપમાં રમશે પ્લેઇંગ 11 ટીમ, જુઓ અન્ય કયા ખેલાડીઓને ચાન્સ

Megha

Last Updated: 09:24 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ યોજાશે જેમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની બંને ક્રિકેટ ટીમોની જાહેરાત કરવામાં આવી છે.

  • ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ યોજાશે 
  • આ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
  • મેન્સ ટીમ ઈન્ડિયાની કમાન રુતુરાજ ગાયકવાડ સંભાળશે

ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ યોજાવા જઈ રહી છે. આ વખતે આ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભારતની મહિલા અને પુરૂષ બંને ટીમો ભાગ લેશે. એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની બંને ક્રિકેટ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે મેન્સ ટીમની કમાન રુતુરાજ ગાયકવાડ સંભાળશે અને આ સાથે જ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને પણ એન્ટ્રી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કયા ખેલાડીઓને તક મળે છે તે જોવું ખાસ રહેશે. 

ગાયકવાડ અને જયસ્વાલ ઓપનિંગ માટે ઉતરશે
ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ એશિયન ગેમ્સમાં ઓપનિંગની જવાબદારી નિભાવતા જોવા મળી શકે છે. ગાયકવાડ અને જયસ્વાલે લાંબા સમયથી ઓપનિંગ કરતી વખતે આઈપીએલમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. જ્યારે રાહુલ ત્રિપાઠી ત્રીજા નંબર પર રમતા જોવા મળી શકે છે. ત્રિપાઠી અગાઉ પણ ટીમ ઈન્ડિયા માટે નંબર-3 પર રમી ચૂક્યો છે. તે જ સમયે તેને આઈપીએલમાં પણ આનો લાંબો અનુભવ છે.

મિડલ ઓર્ડરમાં તિલક અને રિંકુ
આ સાથે જ તિલક વર્મા ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરમાં જોવા મળી શકે છે, જે નંબર 4 માટે પરફેક્ટ બેટ્સમેન છે. આ સિવાય રિંકુ સિંહ 5માં નંબર પર ઉતરી શકે છે. રિંકુ અને તિલક આઈપીએલમાં બતાવી ચુક્યા છે કે તેઓ મિડલ ઓર્ડરના બે સૌથી શક્તિશાળી બેટ્સમેન છે. આ સિવાય જીતેશ શર્મા વિકેટકીપરની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. બીજી તરફ શિવમ દુબેને નંબર-6 માટે ટીમમાં જગ્યા મળી શકે છે. દુબેએ તાજેતરમાં IPL 2023માં CSK માટે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.

આ ખેલાડીઓ બોલિંગ લાઇન અપમાં હશે
સ્ટાર ફાસ્ટ બોલર શિવમ માવી, અવેશ ખાન અને અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈન અપમાં જગ્યા મળી શકે છે. આ ત્રણ ઝડપી બોલરો સિવાય રવિ બિશ્નોઈને સ્પિનર ​તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Send Teams In Asian Games 2023 Team India asian games 2023 એશિયન ગેમ્સ એશિયન ગેમ્સ 2023 asian games 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ