બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 4 star players ravichandran ashwin yuzvendra chahal shikhar dhawan and washington sundar missed out from squad

સ્પોર્ટ્સ / Asia Cup 2023 : ટીમ ઇન્ડિયામાંથી આ 4 સ્ટાર ખેલાડીઓના પત્તા કટ, વર્લ્ડકપમાં પણ તક મળવી મુશ્કેલ

Arohi

Last Updated: 10:45 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023: એશિયા કપ પહેલા ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે. ટીમમાંથી 4 સ્ટાર ખેલાડીઓનું પત્તુ કપાઈ ગયું છે. તેમને વર્લ્ડ કપમાં પણ મોકો મળવો મુશ્કેલ છે.

  • એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાની જાહેરાત 
  • ટીમમાંથી 4 સ્ટાર ખેલાડીનું પત્તુ કપાયું 
  • વર્લ્ડ કપમાં પણ મોકો મળવો મુશ્કેલ

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત ચીફ સેલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ કરી દીધી છે. આ ટીમમાં 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ઘણા નવા અને જુના ખેલાડીઓની વાપસી ટીમમાં એશિયા કપ માટે થઈ ચુકી છે. પરંતુ ઘણા એવા પણ ખેલાડીઓ છે જેમને આ ટૂર્નામેન્ટ માટે નથી પસંદ કરવામાં આવ્યા.  

યુજવેન્દ્ર ચહલ 
એશિયા કપ માટે ટીમમાંથી યુઝવેન્દ્ર ચહેલને બહાર રાખવામાં આવ્યા છે. ચહલના વનડે કરિયરની વાત કરવામાં આવે તો તેણે 72 મેચમાં કુલ 121 વિકેટ લીધી. ચહેલની એવરેજ 27ની રહી તેની ઈકોનોમી પણ માત્ર 5.26ની છે. પરંતુ એક વખત ફરી તેને એક મોટી ટૂર્નામેન્ટથી પહેલા ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.  

રવિચંદ્રન અશ્વિન 
ચહલની જેમ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ ભારતીય ટીમથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. અશ્વિનની જગ્યા પર ટીમમાં અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાને મોકો મળ્યો છે. બંન્ને ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બન્નેમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા. આજ કારણ છે કે 17 ખેલાડીઓના સ્ક્વોડમાં પણ અશ્વિનની જહ્યા ન બની શકી. અશ્વિને 113 વનડે મેચોમાં 151 વિકેટ પોતાના નામે કરી છે. 

શિખર ધવન 
ભારતીય ટીમના દિગ્ગજ ઓપનર અને આઈસીસી ટૂર્નામેન્ટ્સના હીરો માનવામાં આવતા શિખર ધવનને પણ ટીમમાં જગ્યા નથી મળી. ધવન છેલ્લા ઘણા મહિનાઓથી ટીમ ઈન્ડિયાના કોઈ પણ ફોર્મેટની ટીમમાં પોતાની જગ્યા નથી બનાવી શક્યા. ધવને ક્રિકેટમાં 167 મેચોમાં 17 સેન્ચુરી મારી 6793 રન કર્યા છે. 

વોશિંગટન સુંદર 
સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને પણ એશિયા કપ માટે ભારતીય ટીમમાં જગ્યા નથી મળી શકી. સુંદર હાલમાં જ ફિટ થઈને પરત ફર્યા હતા. પરંતુ ટીમની પાસે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરની રીતે અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા હાજર છે. એવામાં સુંદરની જગ્યા પણ ટીમમાં નથી જોવા મળી રહી. 16 વનડે મેચના પોતાના કરિયરમાં આ ખેલાડીએ 233 રન બનાવ્યા છે.  ત્યાં જ બોલિંગથી તે 16 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. 

એશિયા કપ માટે ભારતીય ટીમ 

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • કેએલ રાહુલ
  • સૂર્યકુમાર યાદવ
  • તિલક વર્મા
  • ઈશાન કિશન
  • હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
  • રવીન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • શાર્દુલ ઠાકુર
  • જસપ્રીત બુમરાહ
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • કુલદીપ યાદવ 
  • પ્રસિદ્ધ કૃષ્ણા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ