Team VTV06:03 PM, 20 May 22
| Updated: 11:11 AM, 21 May 22
Aashram 3 રિલીઝ થતા પહેલા ઈશા ગુપ્તાએ તેના પાત્રને લઈને ચુપ્પી તોડી. ખાસ વાત છે કે, આ વખ્તે ઈશા ગુપ્તાની એન્ટ્રી થવાના કારણે બોલ્ડનેસનો જબરજસ્ત તડકો આ સીરીઝમાં જોવા મળશે.
ઈશા ગુપ્તાએ પોતાના પાત્રને લઈ ચુપ્પી તોડી
ઈશાની એન્ટ્રી થવાના કારણે ફેલાયો બોલ્ડનેસનો જબરજસ્ત તડકો
આ વેબ સિરીઝનો ભાગ બનવું મારા માટે કોઈ સપનું સાકાર થવા જેવું છે - ઈશા
આશ્રમ - 3 વેબ સીરીઝ આ વખતે હજી ધમાકેદાર થાવાની છે. જેનો કારણ બોલીવુડની સુપરબોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા છે. વેબ સીરીઝ રિલીઝ થતા પહેલા ઈશા ગુપ્તાએ આશ્રમ -3 ને લઈને વાતચીત કરી છે. સાથે જ તેણે જણાવ્યું કે, કઈ રીતે તે બાબા નીરાલાના જાળમાં ફસાઈ ગઈ છે.
સપનું થયુ સાકાર
આશ્રમની સીઝન 3માં બોલ્ડનેસનો તડકો લગાવા માટે આ વખ્તે ઈશા ગુપ્તાની એન્ટ્રી થઈ છે. આ વેબ સીરીઝમાં ઈશા ઈમેજ મેકર સ્પેશલિસ્ટ છે, જે બાબા નિરાલાની પ્રતિષ્ઠાને હજી પણ વધારવામાં તેમની મદદ કરશે. પોતાના આ પાત્ર વિશે કહ્યું હતું કે, આ વેબ સિરીઝનો ભાગ બનવું મારા માટે કોઈ સપનું સાકાર થવા જેવું છે. અજાણ્યામાં જ પણ મારી તમન્ના પુરી થઈ.
ટ્રેલરમાં છવાઈ ગઈ ઈશા ગુપ્તા
આશ્રમ 3 ના 59 સેકેંડના ટ્રેલરમાં જ્યાં એક બાજુ બોબી દેઓલ બાબા નિરાલાના રોલ લોકોને ઈંપ્રેસ કરી ગયા. તો આ ટ્રેલરમાં લગભગ 6 વખત ઈશા ગુપ્તાની ઝલક જોવા મળી છે. તેવામાં તમે સમજી શકો છો આ વેબ સિરીઝમાં ઈશા ગુપ્તાનો રોલ પણ ખુબ દમદાર થવાનો છે.
ટ્રેલરમાં ઈશા ગુપ્તા લાલ રંગની સાડીમાં દેખાઈ રહી છે, તો કદી સાડીને કીનારા પર મુકીને તેનો બોલ્ડ અંદાજ બતાવતી નજરે પડી છે. આ ટ્રેલરમાં ઈશા ગુપ્તાના અમુક ડાયલોગ્સ પણ છે, જે આ ટ્રેલરને હજી જબરજસ્ત બવાની રહ્યાં છે. આ ડાયલોગ્સ છે.- બાબાજી કી સદા હી જય હો ,આપકે અંદર જો ભગવાન હે ઉસે મે પૂરી દુનિયા કે સામને નિકાલ કર રખ દૂંગી.
3 જૂને થશે રિલીઝ
આશ્રમ 3 વેબ સિરઝ 3 જૂને MX PLAYER પર રિલીઝ થશે. આ વેબ સિરીઝનું નિર્દેશન પ્રકાશ ઝા એ કર્યુ છે. આની પહેલાના સિઝને જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી. તેવામાં આશ્રમ 3 પણ સુપર હિટ જાય તેવી આશા રાખી શકાય છે.