બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / As if a satellite landed in Kutch? Nature-created colorful figures of the river near the Little Aral skyscapes, no one was surprised to see.

અદભુત દૃશ્યો / કચ્છમાં જાણે ઉપગ્રહ અવતર્યો? નાની અરલ પાસેની નદીના કુદરત રચિત રંગબેરંગી આકૃતિઓ આકાશી દ્રશ્યો, જોઈ સૌ કોઈ અચંબિત

Vishal Khamar

Last Updated: 10:54 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ જિલ્લામાં કુદરતી કલાત્મકતાનો ઉત્તમ ખજાનો, કચ્છમાં આવેલા રણ, દરિયો, ડુંગર અને પેટાળમાં રહેલી અખૂટ ખનિજ સંપત્તિ તેમજ જુરાસિક યુગના ખડકો જિલ્લાને વિશ્વમાં સૌથી ભિન્ન બનાવે છે. આવા જ એક સુંદર સ્થળની તસવીરો હાલ પ્રકાશમાં આવી છે. જે પ્રથમ નજરે જોતાં જાણે ગુરુ ગ્રહ જેવી લાગી રહી છે.

  • કચ્છમાં વધુ એક સ્થળે ઉપગ્રહ જેવા દ્રશ્યો જોવા મળ્યા
  • નખત્રાણાના નાની અરલ પાસેની નદીના ઉપગ્રહ જેવા દ્રશ્યો દેખાયા
  • વિશાળ કદમાં નયનરમ્ય રંગોથી સર્જાયેલા અદભુત દૃશ્યો અનોખી આભા દેખાઈ 

 નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ પાસેની નદીના ખડકાળ વિસ્તારમાં હાલ વરસાદ બાદ કુદરત રચિત રંગબેરંગી આકૃતિઓ સર્જાઇ છે. વિશાળ કદમાં નયનરમ્ય રંગોથી સર્જાયેલા અદભુત દૃશ્યો અનોખી આભા દર્શાવી રહ્યાં છે નખત્રાણાના ધીનોધર ડુંગર નજીકના નાની અરલ ગામ પાસે આવેલી નદીની ખડકાળ જમીનમાં વાદળી, નારંગી, પીળા અને લાલ રંગ સાથે સુંદર આકૃતિઓ સર્જાઇ છે. જેને લઇ આ ભૂમિ જાણે ગુરુ ગ્રહનો અનુભવ કરાવતી જોવા મળી રહી છે.  સંભવિત પ્રથમ વખત સામે આવેલાં આ દૃશ્યો ફોટોગ્રાફીના શોખીન અભિષેક ગોસાંઈ દ્વારા પોતાની એક રોડટ્રિપ દરમિયાન ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યાં હતાં. એવાં અવિસ્મરણીય દૃશ્યોને અભિષેકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતા જ ખૂબ લોકચાહના પામ્યા છે.

નાની અરલ પાસેની નદીના કુદરત રચિત રંગબેરંગી આકૃતિઓના આકાશી દ્રશ્યો જોવા મળ્યા
 કુદરતે જાણે જમીનને કેનવાસ બનાવી ઓઇલ પેઇન્ટિંગ કરી હોય અરલ નજીક સુંદર દૃશ્યો પોતાના ડ્રોન કેમેરામાં કેદ કરનાર અભિષેક ગોસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ નખત્રાણાના અંતરિયાળ વિસ્તારમાં રોડ ટ્રીપ પર ગયો હતો. ત્યારે નાની અરલ પાસે "રોડની બાજુમાં જ્યાંથી આ નદી પસાર થઈ રહી હતી ત્યાં ઊતરીને મુલાકાત લેતા આવા વિવિધ આકર્ષક રંગો જોવા મળ્યા હતા. જ્યારે નરી આંખે આવાં સુંદર દૃશ્યો જોવા મળ્યાં ત્યારે આ દૃશ્યોને આકાશી નજારે એટલે કે બર્ડવ્યૂ તરીકે કેદ કરવા જ્યારે ડ્રોન કેમેરો ફ્લાય કરવામાં આવ્યો ત્યારે આ અકલ્પનીય નજારો સામે આવ્યો હતો. જાણે કે કુદરતના કેનવાસ પર ઓઇલ પેઇન્ટિંગ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. ડ્રોનનાં દૃશ્યોમાં આસપાસના પથ્થરોનું નિર્માણ અને આ રંગો જાણે ગુરુ ગ્રહનો આભાસ કરાવતા હોય તેવું લાગ્યું હતું." જે કુદરત તરફથી આ દૃશ્યો મારા માટે એક ભેટ હતી.

દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય
આ જે રીતે લાલ, નારંગી, ચેરી રંગના ખડકો દેખાય છે તે આયર્ન નામનું જે કેમિકલ પથ્થરમાં હોય છે તેના કારણે ઉદભવે છે. જેને આયર્નના લિચિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. લાંબા ગાળે આયર્ન પથ્થરોમાં લિચિંગ થઈને ઘણી જગ્યાએ ફ્લો થાય અને એકત્રિત થાય ત્યારે પથ્થરોમાં અલગ અલગ રંગો આવે છે. તેમાં ક્યારેક પીળા, ક્યારેક લાલ તો ક્યારેક કાળા રંગ આવે છે. જે જ્વાળામુખી હોય તેની અંદર આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય છે જેના કારણે હજારો વર્ષોની લિચિંગ પ્રક્રિયાના કારણે ખડકો પર આવા વિવિધ રંગો સાથેની રચના થતી હોય છે."

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ