બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Aryan Khan appears before Narcotics Control Bureau, to mark his weekly presence

Aryan Khan Case / NCB સામે હાજર થયો આર્યન ખાન, ડ્રગ્સ કેસમાં રોજ આવી રહ્યા છે નવા વળાંક

Published By: Mayur

Last Updated: 12:43 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જામીન માટે હાઇકોર્ટની પૂર્વશરત પ્રમાણે આર્યન ખાન એનસીબી સમક્ષ હાજર થયો હતો. ગઈ કાલે શાહરુખની મેનેજરનું નામ પણ આ કેસમાં ઉછળ્યુ હતું.

સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સમક્ષ હાજર થયો હતો. 23 વર્ષીય આર્યનને જામીન આપતી વખતે, બોમ્બે હાઈકોર્ટ દ્વારા દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવાની શરત મૂકવામાં આવી છે.

શરતો અનુસાર આર્યન પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં, અરબાઝ મર્ચન્ટ અને કેસના આરોપી જેવા મિત્રો સાથે વાત કરશે નહીં અને મીડિયા સાથે પણ વાત કરશે નહીં.

22 દિવસ વિતાવ્યા બાદ મુક્તિ 

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યનની અન્ય આરોપીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની આર્થર રોડ જેલમાં લગભગ 22 દિવસ વિતાવ્યા બાદ આર્યનને 30 ઓક્ટોબરે મુક્ત કરવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર ડ્રગ ડીલમાં સામેલ

આર્યન પાસેથી ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું ન હતું પરંતુ એનસીબીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેની વોટ્સએપ ચેટ્સથી સાબિત થાય છે કે તે ગેરકાયદેસર ડ્રગ ડીલમાં સામેલ હતો અને વિદેશી ડ્રગ્સ સિન્ડિકેટ સાથે તેના સંબંધો છે. જો કે, હાઈકોર્ટે જણાવ્યું હતું કે વોટ્સએપ એ સાબિત કરવા માટે પૂરતું નથી કે આરોપીઓમાંથી એકે આર્યનને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. છૂટ્યા બાદ આર્યન તેના પિતા સાથે જેલમાંથી ઘરે પહોંચ્યો ત્યારે 'મન્નત'ની બહાર ઉત્સવનો માહોલ હતો અને શાહરૂખના ચાહકો ઢોલ-નગારાં સાથે આર્યન ખાનનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. જો આર્યન કોર્ટ દ્વારા નિર્ધારિત શરતોનું ઉલ્લંઘન કરે, તો NCB તેના જામીન રદ કરવા માટે અરજી કરી શકે છે.

'તમામ શરતોનું પાલન સુનિશ્ચિત કરીશું': અરબાઝ મર્ચન્ટના પિતા

કોર્ટના આદેશમાં આર્યનને જામીન આપતી વખતે 14 શરતો મૂકવામાં આવી છે. કોર્ટની શરતોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આર્યન પોલીસને જાણ કર્યા વિના મુંબઈ છોડી શકશે નહીં, તેણે દર શુક્રવારે NCB સમક્ષ હાજર થવું પડશે.

શરતો અનુસાર આર્યન પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં, અરબાઝ મર્ચન્ટ અને કેસના આરોપી જેવા મિત્રો સાથે વાત કરશે નહીં અને મીડિયા સાથે પણ વાત કરશે નહીં.

આર્યનને શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે NCB ઓફિસમાં હાજર થવું પડશે. કોર્ટની સુનાવણીમાં હાજર રહેવું પડશે અને જ્યારે જરૂર જણાય ત્યારે તપાસમાં સહકાર આપવો પડશે. કોર્ટના આદેશ અનુસાર, આમાંની કોઈપણ શરતોના ઉલ્લંઘનના કિસ્સામાં, NCB પાસે જામીન રદ કરવાની વિનંતી કરવાનો અધિકાર હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai NCB aryan khan aryan khan drugs case mumbai cruise drugs case Aryan Khan Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ