ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / arvali modasa congress worker aimim join

રાજનીતિ / કોંગ્રેસને ઝટકો : ગુજરાતના આ જિલ્લામાં મોટું ગાબડું, પૂર્વ કોર્પોરેટર 200 કાર્યકરો સાથે AIMIMમાં જોડાયાં

Published By: Divyesh

Last Updated: 09:27 AM, 11 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીના મોડાસા શહેરમાં કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું પડેલું જોવા મળ્યું છે.

ADVERTISEMENT

  • અરવલ્લી મોડાસા શહેરમાં કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું 
  • કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ AIMIMમાં જોડાયાં
  • બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર રહેલા રાજબાબુ જોડાયાં 

અરવલ્લી મોડાસા શહેરમાં કોંગ્રેસમાં ફરી મોટુ ગાબડું પડ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ AIMIMમાં જોડાયાં છે. બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર રહેલા છે. 

અરવલ્લી મોડાસા શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ AIMIMમાં જોડાયાં છે. બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર રહેલા રાજબાબુ જોડાયાં છે. રાજબાબુ સાથે 200 કાર્યકરો AIMIMમાં જોડાયાં છે. 

રાજબાબુ અને 200 કાર્યકરોએ કોંગ્રેસના હાય હાયના નારા સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. આ સાથે વોર્ડ નંબર 7માં AIMIMમાંથી રાજબાબુ ઉમેદવારી નોંધાવશે. 

સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે

કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પછી માત મળી રહી છે. આ અગાઉ મોડાસામાં કોંગ્રેસના 500થી વધુ કાર્યકરો AIMIMમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો. મોડાસા નગરપાલિકાની ચૂંટણી પહેલા નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. 

AIMIMએ કયા વિસ્તારમાં કોને ટિકિટ આપી

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે 6 ફેબ્રુઆરીએ અફડાતફડી વચ્ચે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં AIMIM પાર્ટીએ 6માંથી 4 વોર્ડમાં પેનલ ઊભી રાખી છે, જ્યારે દરિયાપુર અને ખાડિયામાં અનુક્રમે 3 અને 2 ઉમેદવારો જ ઊભા કર્યા છે.

ઓવૈસીની પાર્ટીએ જમાલપુર, ખાડીયા, દરિયાપુર, ગોમતીપુર, બહેરામપુરા અને મકતમપુરા વોર્ડથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જમાલપુર બેઠકથી પૂર્વ કોર્પોરેટરો મોહંમદ રફીક શેખ અને મુસ્તાક ખાદીવાલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર આફરીન બાનુ પઠાણને પણ ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ગોમતીપુર વોર્ડથી સૂફિયાન રાજપૂત અને ખાડીયાથી એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. AIMIM પાર્ટીએ જમાલપુર વોર્ડમાંથી બીનાબહેન પરમાર અને બહેરામપુરા વોર્ડથી પારુલ મકવાણાને ટિકિટ આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

AIMIM Arvali congress અરવલ્લી કોંગ્રેસ ગુજરાત Aravalli

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ