બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / art director raju sapte committed suicide by hanging himself police filed case

દુઃખદ સમાચાર / બોલીવૂડથી આવ્યા માઠા સમાચાર, આ આર્ટ ડાયરેક્ટરે ફાંસી લગાવી કર્યો આપઘાત

Published By: Bhushita

Last Updated: 08:40 AM, 4 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટ ડાયરેક્ટર રાજૂ સાપ્તેએ શનિવારે આત્મહત્યા કરી છે. સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને આવું કરવાનું કારણ પણ આપ્યું છે.

  • બોલીવૂડથી આવ્યા માઠા સમાચાર
  • આ આર્ટ ડાયરેક્ટરે ફાંસી લગાવી કર્યો આપઘાત
  • સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને આવું કરવાનું કારણ પણ આપ્યું

 

મરાઠી ફિલ્મ અને ટીવી શોના આર્ટ ડાયરેક્ટર રાજૂ સાપ્તેએ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડના ઘરમાં આત્મહત્યા કરી છે. કહેવાઈ રહ્યું છે કે રાજુ સાપ્તેએ ફાંસી ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે આ જાણકારી આપી છે. અત્યારસુધીની તપાસમાં પોલીસનું કહેવું છે કે મજદૂર સંગઠન સાથે જોડાયેલી એક વ્યક્તિ  હેરાન કરતો હતો. જેના કારણે રાજૂ સાપ્તેએ આત્મહત્યા કરી હતી.


પોલીસને મળી વીડિયો સુસાઈડ નોટ
પોલીસને તપાસમાં એક વીડિયો સુસાઈડ નટો મળી છે. જેમાં રાજૂ સાપ્તેએ વીડિયો બનાવ્યો છે અને એ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો છે જે તેને હેરાન કરી રહ્યો હતો. પોલિસે વિવેક મુગાલિકરને વીડિયો ક્લીપ બતાવી છે અને તેની ધરપકડ કરી છે. તેઓએ કહ્યું કે અમે આત્મહત્યા કરવા માટે તેને ઉકસાવવાના કેસમાં કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.  


કામની ખામી ન હતી
સોશ્યલ મીડિયા પર પોસ્ટમાં વીડિયો પર રાજૂ સાપ્તેએ કહ્યું કે મારી પર કોઈનું કોઈ લેણદેણ બાકી નથી. હું મારા પેમેન્ટ નિયમિત રીતે ભરું છું. હું 5 પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. સાપ્તેએ કહ્યું કે રાકેશ મૌરિયા લોકોને મારા વિરોધમાં ઉકસાવી રહ્યો છે. એવામાં કોઈ નવું કામ હું શરૂ કરી શકતો નથી. 


આ કારણે લીધું પગલું
વીડિયોમાં પોતાની મુશ્કેલી જાહેર કરતા રાજૂ સાપ્તેએ કહ્યું રાકેશ મૌરિયા તેને પરેશાન કરી રહ્યો છે. એના કારણે એક કામ પણ તેને છોડવું પડયું હતું. આ કારણે હું આત્મહચ્યા કરી રહ્યો છે. હું ન્યાયની માંગ કરું છું. તેઓ માન્યા દ વંડર બ્વોય, અમ્બત ગોંડ જેવી ફિલ્મોના આર્ટ ડાયરેક્ટર હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

Art Director Raju Sapte Suicide case આત્મહત્યા આર્ટ ડાયરેક્ટર બોલિવૂડ રાજુ સાપ્તે વાયરલ વીડિયો raju sapte committed suicide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ