બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:13 PM, 4 October 2024
લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તે કહેવત સાચી ઠરતી હોય તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં નકલી વેબસાઈટ બનાવીને કૌભાંડ આચરનારા આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. 20 કરોડથી વધુનું કૌભાંડ કરનારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપીઓ પાસેતી કુલ 8.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 મુખ્ય સુત્રધારો સહિત 6 લોકોને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
કેવી રીતે આચતરા કૌભાંડ
ADVERTISEMENT
સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પિયુષ વિનુ ખુંટ વોન્ટેડ છે. સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પ્રિયુશ ખુંટ તથા આશીષ હડીયાએ બી.ટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખી છેલ્લા દોઢ વર્ષમાં 30 કરોડથી વધુની કમાણી કરી હોવાનું પોલીસ તપાસમાં આવ્યું હતું. આ કૌભાંડી ટોળકી ફ્લીપકાર્ડ જેવી બોગસ વેબસાઈટ તેમજ ક્યુઆર કોડ બનાવીને ફેસબુક તેમજ ઘરખરીનો સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુકતા હતા.
ત્યારે આ સમગ્ર મામલે પોલીસે
વાળાની પોલીસે ધરપકડ કરી છે.
વધુ વાંચોઃ '12 વાગ્યા સુધી હોવા જોઈએ ગરબા', સાંસદે વિરોધ કરતાં હર્ષ સંઘવીની તડાફડી, કોણ શું બોલ્યું
આરોપીઓ દ્વારા છેંતરપીંડી આચરવા ક્યુાર કોડ પણ ભાડેથી મેળવ્યું હતું. આરોપીઓએ ભાવનગરનાં ચા ની લારી ધારક પાસેથી ક્યુઆર કોડ મેળવ્યું હતું. પોલીસ તપાસમાં છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 8.35 લાખની મત્તા જપ્ત કરી છે. તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.