ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
હેલને સલીમ ખાન સાથે લગ્ન કર્યા પછી રસ્તા પર બેસેલી અનાથ બાળકીને દત્તક લીધી અને તે જ બાળકી એટલે અર્પિતા. જોકે ઘણા ઓછા લોકો આ વિશે જાણે છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે મુંબઇના રસ્તા પર જ અર્પિતાની માતાનું મોત થયુ હતુ જે પછી સલીન ખાન અને હેલને તેણે દત્તક લીધી હતી. અર્પિતા એ સમયે પોતાની માતાની ડેડ બોડી પાસે બેસીને રહેતી હતી, ત્યારે જ સલીમ ખાનની નજર અર્પિતા પર પડી હતી. એજ સમયે હેલને અને સલીમે અર્પિતાને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો.
ADVERTISEMENT
અર્પિતાએ પોતાનો શરૂઆતી અભ્યાસ મુંબઇમાં કર્યો હતો, જે પછી તે ફેશનનો કોર્સ કરવા માટે લંડન સ્કૂલ ઑફ ફેશનમાં ગઇ હતી. લંડનથી ભણીને મુંબઇ આવ્યા પછી તેણે ઇન્ટરિયિર ડિઝાઇનર ફર્મમાં જોબ કરી હતી.

ADVERTISEMENT
2014માં અર્પિતાએ પોતાનાથી 1 વર્ષ નાના બૉયફ્રેન્ડ આ।યુષ શર્મા સાથે લગ્ન કરી લીધા હતા. આયુષ હિમાચલ પ્રદેશના રાજકારણી પરિવારની સાથે સંકળાયેલો છે, તેના પિતા અનિલ શર્મા કોંગ્રેસના અગ્રણી નેતા હતા અને હવે તેઓ ભાજપમાં છે. તેના દાદા કેન્દ્રીય મંત્રી હતા અને હિમાચલની ટેલિકોન સેક્ટરમાં ક્રાંતિ તેઓ જ લાવ્યા હતા.
ખાન પરિવારમાં અર્પિતાને તમામ ખૂબ જ પ્રેમ કરે છે. ખાસ કરીને સલમાન તેની લાડકી બહેનને લાડ લડાવવામાં કોઇ કસર બાકી રાખતો નથી.
ADVERTISEMENT

હવે રિપોર્ટ્સ અનુસાર, અર્પિતા બીજી વખત માતા બનવાની છે. જોકે આ અંગે કોઇ ઑફિશ્યલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી.
સંકળાયેલા મુદ્દાઓ