બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / arijit singh scolds fans who were chasing his car on bikes to get a picture video goes

મનોરંજન / સેલ્ફીની લાલચમાં અરિજીત સિંહનો પીછો કરવો બાઇકચાલકને પડ્યું ભારે, સિંગરે ખખડાવ્યો, જુઓ Video

Manisha Jogi

Last Updated: 05:32 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરિજીત સિંહની ગણતરી દેશના સફળ અને ફેમસ સિંગરમાં થાય છે. અરિજીત સિંહને ફેન્સ હંમેશા ઘેરી વળે છે. હાલમાં એક એવો કિસ્સો જોવા મળ્યો છે, જ્યારે અરિજીત સિંહને ફેન્સની હરકત જોઈને ગુસ્સો આવી ગયો.

  • અરિજીત સિંહ ખૂબ જ શાંતિથી પરિસ્થિતિ હેન્ડલ કરે છે
  • અરિજીત સિંહને ફેન્સની હરકત જોઈને ગુસ્સો આવી ગયો
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

અરિજીત સિંહની ગણતરી દેશના સફળ અને ફેમસ સિંગરમાં થાય છે. અરિજીત સિંહને ફેન્સ હંમેશા ઘેરી વળે છે. અનેક વાર એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે અરિજીત સિંહ બેકાબૂ થઈ ગયા હોય છે, તેમ છતાં તેઓ ખૂબ જ શાંતિથી પરિસ્થિતિ હેન્ડલ કરે છે. હાલમાં એક એવો કિસ્સો જોવા મળ્યો છે, જ્યારે અરિજીત સિંહને ફેન્સની હરકત જોઈને ગુસ્સો આવી ગયો. 

સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક ફેન બાઈક પર અરિજીત સિંહની કારનો પીછો કરી રહ્યો છે. ફેન એક જગ્યાએ ઊભો રહે છે અને અરિજીત સિંહ સાથે ફોટો ક્લિક કરવા માંગે છે, તેથી અરિજીત સિંહની કારનો દરવાજો ખખડાવે છે. 

વિડીયો
વિડીયોમાં અરિજીત સિંહ નારાજ જોવા મળી રહ્યા છે. અરિજીત સિંહ કાચ નીચો કરીને ફેન્સને સવાલ પૂછે છે કે, તને ખબર છે, તે કેટલી વાર હોર્ન વગાડ્યું? તુ આ પ્રકારે ડિસ્ટર્બ કરી રહ્યો છે, મને કે રસ્તા પર અન્ય ચાલતા લોકોને? તમે મને મળવા માંગો છો, એટલે અન્ય લોકોને પરેશાન કરવાનો અધિકાર મળી જાય છે?

અરિજીત સિંહે પરિસ્થિતિ સંભાળી લીધી
અરિજીત સિંહનો આ જવાબ સાંભળીને ફેન્સ દંગ રહી ગયા. અરિજીત સિંહ થોડા ચિડાયેલા જોવા મળી રહ્યા હતા, પણ તેમણે ફેનને નિરાશ કર્યો નહોતો. અરિજીત સિંહને જ્યારે ખબર પડી કે, તેઓ એક ફોટો ક્લિક કરવા માંગતા હતા, તેમણે પૂછ્યું કે, ‘તમે ફોટો ક્લિક કરવા માંગો છો? તમે આ બધુ ફોટો માટે કર્યું છે ને? ફોટો ક્લિક કરો, પરંતુ આ રીતે હોર્ન ના વગાડો.’

ફેન્સે અરિજીત સિંહના વખાણ કર્યા
સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સે અરિજીત સિંહના વખાણ કર્યા છે. કેટલાક લોકોએ અરિજીત સિંહને ખરુ ખોટું પણ કહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ