બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Are you also a Jandhan account holder? So hurry up, this is a job, otherwise there will be loss of millions
Last Updated: 11:14 AM, 12 April 2021
ADVERTISEMENT

જો તમે ઇન્સ્યોરન્સનો ફાયદો લેવા ઇચ્છો છો તો તમારા ખાતાને આધાર સાથે લિંક કરાવવુ જરુરી બને છે. તમે લિંક નહી કરાવો તો તમને 1.3 લાખ રૂપિયા સુધીનું નુકસાન થશે. તમને જણાવી દઇએ કે આ ખાતામાં ગ્રાહકોને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જેમાં એક લાખ રૂપિયા સુધીનો વિમો મળે છે પરંતુ જો તમે આધાર સાથો લિંક નથી કરાવ્યુ તો તમને એક લાખ રૂપિયાનુ નુકસાન થશે. તે સિવાય આ ખાતા પર તમને 30000 રૂપિયાનો એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ કવર બેન્ક ખાતાથી આધાર લિંક થવા પર જ મળે છે.
ADVERTISEMENT
આ રીતે લિન્ક કરાવો ખાતુ
બેન્કમાં જઇને ખાતાને આધાર સાથે લિંક કરાવવા માટે કાર્ડની એક ફોટોકોપી, પાસબુક પણ લઇ જવી પડશે. ઘણી બેન્ક હવે મેસેજ દ્વારા પણ આધાર સાથે લિન્ક કરાવી શકાય છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી મેસેજ બોક્સમાં જઇને UID<SPACE>આધાર નંબર<SPACE> ખાતા નંબર લખીને 567676 પર મોકલી દો. તમારુ બેન્કનુ ખાતુ આધાર સાથે જોડાઇ જશે.
આ રીતે મળે છે 5 હજાર રૂપિયા કાઢવાની સુવિધા
વડા પ્રધાન જન ધન ખાતા પર ગ્રાહકોને 5000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. ઓવરડ્રાફટની સુવિધાનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય પીએમજેડીવાય ખાતાને પણ આધારકાર્ડ સાથે જોડવું જોઈએ. આ યોજના હેઠળ પીએમ મોદીનો ઉદ્દેશ દરેક પરિવાર માટે બેંક ખાતું ખોલવાનો હતો. જન ધન યોજના હેઠળ, તમે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું એકાઉન્ટ પણ ખોલી શકો છો.
ADVERTISEMENT
આ એકાઉન્ટના ફાયદા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.