બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Arctic Ocean may be ice-free for part of year between 2044 to 2067 , finds study

કેલિફોર્નિયા / એક અભ્યાસ મુજબ આર્કટિકમાં જામેલો બરફ આ વર્ષમાં પીગળી જશે, ધરતી પર જળસ્તર વધશે

Published By: Kashyap

Last Updated: 03:54 PM, 4 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અભ્યાસ મુજબ માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગના કારણે ૨૦૪૪થી ૨૦૬૭ દરમિયાન આર્કટિક મહાસાગરમાં રહેલો બરફ ખતમ થઇ જશે. લોસ એન્જલસ સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે જ્યાં સુધી મનુષ્ય પૃથ્વી પર છે ત્યાં સુધી આર્કટિક સર્કલ પર બરફ રહેશે. ગરમીમાં તે ઘટશે.

સેટેલાઇટ અભ્યાસ જણાવે છે કે સપ્ટેમ્બર દરમિયાન જ્યારે આર્કટિક મહાસાગરમાં સૌથી ઓછો બરફ હોય છે. તેમાં પ્રતિ દશક ૧૩ ટકાનો ઘટાડો જોવા મળે છે. આ ક્રમ ૧૯૮૯થી ચાલી રહ્યો છે.

ગ્લોબલ વોર્મિંગના આંકડા પર ભરોસો કરનાર વિજ્ઞાની ઘણા દાયકાથી આર્કટિકનો બરફ પીગળવાને લઇને ભવિષ્યવાણી કરે છે, પરંતુ નેચર ક્લાયમેટ ચેન્જ નામના મેગેઝિનમાં પ્રકાશિત અભ્યાસ મુજબ વિજ્ઞાની આ વાતે સંમત નથી. કેટલાક વિજ્ઞાનીનું માનવું છે કે ૨૦૨૬ સુધી સપ્ટેમ્બરના મહિનામાં આર્કટિક મહાસાગરમાં બિલકુલ બરફ નહીં રહે. કેટલાકનું કહેવું છે કે આ સ્થિતિ ૨૦૧૩૨ સુધી આવશે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક ચેડ ઠાકરેનું કહેવું છે કે આઇસ-સી એલ્બેડો ફીડબેકને સમજવામાં થતી ભૂલના કારણે મહાસાગરમાં જામેલો બરફ પીગળી જાય છે અને અલગ અલગ વિચાર સામે આવી રહ્યા છે. આ પ્રક્રિયા ત્યારે થાય છે જ્યારે મહાસાગરમાં જામેલા બરફનો એક ટુકડો સંપૂર્ણ પીગળી જાય છે. જેના કારણે સમુદ્રની જળસપાટી સૂર્યના સીધા સંપર્કમાં આવે છે અને વધુ માત્રામાં પ્રકાશ અવશોષિત કરવા લાગે છે. 

સંશોધકોએ કહ્યું કે સૂર્યના પ્રકાશની પરાવર્તનશીલતા કે એલ્બેડોમાં પરિવર્તનથી સ્થાનીય વોર્મિંગ વધુ થાય છે અને બરફ પીગળવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Global Warming ICE Free arctic ocean climate change આર્કટિક કેલિફોર્નિયા યુનિવર્સિટી ગ્લોબલ વોર્મિંગ California

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ