ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Appleના સર્વરમાં મોટી ખામી, iPhone યુઝર્સ પરેશાન, iCloud, App Store સહિત અનેક સેવાઓએ કામ કરવાનું બંધ કર્યું!

ટેક્નોલોજી / Appleના સર્વરમાં મોટી ખામી, iPhone યુઝર્સ પરેશાન, iCloud, App Store સહિત અનેક સેવાઓએ કામ કરવાનું બંધ કર્યું!

Published By: Bijal Vyas

Last Updated: 08:17 AM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple Pay, iCloud અને Apple Music સહિત Appleની કેટલીક સેવાઓ અચાનક બંધ થઈ ગઈ છે. યૂઝર્સ iPhone અને Mac જેવા ડિવાઇસ પર આ સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. છેલ્લા એક અઠવાડિયાથી, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિવિધ ટેક કંપનીઓ સતત સમસ્યાઓનો સામનો કરી રહી છે.

ADVERTISEMENT

iPhone મેકર Appleની કેટલીક સર્વિસ અચાનક બંધ થઈ ગઈ છે. યુનાઈટેડ સ્ટેટ્સ સહિત વિશ્વના ઘણા દેશોમાં એપલની ક્લાઉડ, પેમેન્ટ અને મ્યુઝિક સેવાઓ સહિતની અન્ય સેવાઓ પ્રભાવિત થઈ છે. બુધવારે રાત્રે આ સેવાઓ કામ કરતી બંધ થઈ ગઈ, જેના કારણે લાખો યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

એપલનો વિશ્વભરમાં વિશાળ યૂઝર્સ આધાર છે અને તેની સેવાઓનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. પરિણામે, એપલની સેવાઓમાં આવતો કોઈપણ વિક્ષેપ લાખો લોકોને અસર કરે છે.

ઘણા લોકોએ ડાઉનડિટેક્ટર પર સમસ્યાઓની જાણ કરી છે, જે એક વેબસાઇટ છે જે આઉટેજને ટ્રેક કરે છે. પ્લેટફોર્મ પર અસંખ્ય યૂઝર્સએ વિવિધ એપલ સેવાઓમાં સમસ્યાઓનો અનુભવ કરવાનો ઉલ્લેખ કર્યો છે.

એક અઠવાડિયામાં ચોથી ટેકનિકલ ખામી

છેલ્લા એક અઠવાડિયામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ચોથી ઘટના છે જ્યારે કોઈ કંપનીની ડિજિટલ સેવાઓમાં વિક્ષેપ પડ્યો હોય. આની શરૂઆત ગયા ગુરુવારે રાત્રે માઇક્રોસોફ્ટમાં આવેલી ખામીથી થઈ હતી. ત્યારબાદ એરલાઇન કોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં ખામી સર્જાઈ અને પછી મંગળવારે, યુ.એસ. બેંકિંગ સિસ્ટમમાં પણ અચાનક અને કામચલાઉ ધોરણે સેવાઓ બંધ થઈ ગઈ હતી. હવે, એપલની સેવાઓમાં પણ આવી જ સમસ્યાઓ જોવા મળી છે.

Appleની પ્રભાવિત થનારી સર્વિસ

  • iCloud: યૂઝર્સએ જણાવ્યું છે કે તેમના iPhones અને Macs પર તેઓ અચાનક iCloud માંથી લોગ આઉટ થઈ ગયા છે. ઘણા યૂઝર્સના જણાવ્યા અનુસાર, કોઈ ક્ષતિને કારણે તેમને ફરીથી લોગ ઇન કરવાનું કહેવામાં આવ્યું હતું.
  • App Store: iPhone યૂઝર્સને App Store ઍક્સેસ કરવામાં અને નવી ઍપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
  • Apple Pay: કસ્ટમર Apple Pay નો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ આવી, અને કેટલાક લોકોએ તો સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદો પણ કરી.
  • Apple Support: જ્યારે Apple ના ગ્રાહકોએ Apple Support સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
  • Apple Music: યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા યૂઝર્સને Apple Music સેવાનો ઉપયોગ કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેમણે ફરિયાદો નોંધાવી છે.
  • iPhone Activation: યૂઝર્સને તેમના Apple ડિવાઇસને એક્ટિવેટ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
  • Apple Store Connect: ડેવલપર્સોને પણ Apple Store Connect નો ઉપયોગ કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચોઃ રશિયામાં એરપોર્ટ નજીક સૈન્ય એરક્રાફ્ટ ક્રેશ, પ્લેનમાં સવાર તમામ 17 લોકોના મોત

Apple Pay અને Apple Music જેવી સેવાઓ અંગે DownDetector પર હજારો રિપોર્ટ્સ નોંધાયા છે. જોકે, હવે આ સેવાઓ ફરીથી સામાન્ય થવા લાગી છે. કંપનીએ આ બાબતે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

icloud app store today iphone face issue apple outage

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ