બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Any officer's hand behind Mohsin in the incident of beating a girl in a spa in Ahmedabad?

ઘટસ્ફોટ / અમદાવાદના સ્પામાં યુવતીને માર માર્યાની ઘટનામાં મોહસીન પાછળ કોઇ અધિકારીનો હાથ? બિઝનેસમાં રોકાણકાર પોલીસ હોવાની ચર્ચા થતા તપાસ તેજ

Priyakant

Last Updated: 03:38 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Spa News: સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધા બાદ હવે નવા ખુલાસા થઈ શકે, સ્પાના બિઝનેસમાં પોલીસના પૈસા રોકાયેલા હોવાની ચર્ચાથી ખળભળાટ, સલૂનમાં નુકસાન નહીં પણ પ્રેમ સંબંધના વિવાદમાં થઇ હતી મારામારી

  • અમદાવાદમાં સ્પામાં યુવતીને માર મારવાના કેસમાં વળાંક 
  • દોઢ લાખના ભાડે ચાલતા સ્પાના માલિક અંગે ગણગણાટ 
  • સ્પાના બિઝનેસમાં પોલીસના પૈસા રોકાયેલા હોવાની ચર્ચાથી ખળભળાટ
  • સલૂનમાં નુકસાન નહીં પણ પ્રેમ સંબંધના વિવાદમાં થઇ હતી મારામારી
  • મોહસીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં યુવતીએ સંબંધો તોડી નાખ્યા હતા 
  • પાર્ટીમાં યુવતીના ફોનમાં તેના નવા બોયફ્રેન્ડનો મેસેજ આવતાં થયો હતો ઝઘડો

Ahmedabad Spa News : અમદાવાદમાં બોડકદેવમાં ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધા બાદ હવે નવા ખુલાસા થઈ શકે છે. વાત જાણે એમ છે કે, સિંધુભવન રોડ પર આવેલ સ્પામાં યુવતીને માર મારવાના કેસમાં આરોપી ઝડપાયા બાદ હવે સ્પાના અસલી માલિકને લઈ સવાલ ઊભા થઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે, દોઢ લાખના ભાડે ચાલતા આ સ્પાના અસલી માલિક કોણ ? આ સાથે આ સ્પામાં પોલીસ રોકાણકાર હોવાની ચર્ચાએ જોર પકડતા હવે આ કેસમાં નવો વળાંક આવી શકે છે. 

અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્પામાં નોર્થ ઇસ્ટની યુવતીને મારવાના કેસમાં વળાંક આવ્યો છે. વિગતો મુજબ દોઢ લાખના ભાડે ચાલતા આ સ્પાના માલિકીને લઈને ચર્ચા શરૂ થઈ છે. જેમાં પોલીસ રોકાણકાર હોવાની ચર્ચા થતા તપાસ તેજ બની છે. મહત્વનું છે એ, ચર્ચા મુજબ દાણીલીમડામાં આરોપી મોહસીન પાછળ પોલીસ અધિકારીનો હાથ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સ્પામાં થયેલી મારામારી કેસમાં પણ હવે વળાંક આવ્યો છે. 

સ્પામાં થયેલી મારામારી કેસમાં  વળાંક 
ચર્ચા મુજબ સલૂનના નુકસાન નહી પરંતુ પ્રેમ સંબંધના વિવાદ વચ્ચે મારામારી થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ચર્ચા મુજબ નોર્થ ઇસ્ટની યુવતી સાથે મોહસીનનો પ્રેમ સંબંધ હતો. જોકે મોહસીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા યુવતીએ સંબંધ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મોહસીનના મિત્ર સાથે યુવતીએ મિત્રતા કરી હતી. આ તરફ પાર્ટીમાં યુવતીના ફોનમાં તેના નવા બોયફ્રેન્ડનો કોલ આવતા તકરાર થઈ હતી. આ તરફ માર મારવા પાછળની તપાસમાં નવો વળાંક આવ્યો છે. સ્પાના અસલ માલિક કોણ અને ઘટનાને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે. 

શું હતો સમગ્ર મામલો ? 
અમદાવાદમાં બોડકદેવમાં ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધો છે. આરોપી સિંધભવન પાસે  ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ મોહસીન રંગરેજ ફરાર થઈ ગયો હતો. 25 તારીખે રાત્રે 3 થી 3.30ની આસપાસ બનાવ બન્યો હતો. આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા. આરોપી બે દિવસથી કારમાં અસલાલી, આણંદના ભાલેજ અને અમદાવાદમાં ફરતો હોવાનુ બહાર આવ્યું હતું. તેવામાં બે દિવસ બાદ આરોપી ગુરુદ્વારા નજીક આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો છે. આરોપીએ આખરે યુવતીને શા માટે માર માર્યો હતો એ દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

CCTV પણ સામે આવ્યા હતા 
આ મામલે ACPએ જણાવ્યું હતું યુવતીને માર મારવા પ્રકરણમાં અમે તપાસ કરી આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં હ્યુમન ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે ફરિયાદી આરોપીને મળવા જવાના છે તેવી માહીતી મળી હતી. આથી  આરોપીને ટ્રેસ કરીને પકડી લેવામાં આવ્યો છે.એસીપીએ કહ્યું કે અગાઉ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતા જોકે અમેં સફળ કાઉન્સેલિંગ કરી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. 

આ તરફ પહેલા આરોપીને પકડ્યો ત્યારે પણ ફરિયાદીએ ફરિયાદ ન કરવા કહ્યુ હતુ અને બને વચ્ચે અંગત બનાવ હોવાનું રટણ રટ્યું હતુ. મહત્વનું છે કે આરોપી-ફરિયાદી બંને ધંધાકિય પાર્ટનર હતા. જેમાં ડખ્ખામાં આરોપીએ યુવતીને ધૃણાસ્પદ માર માર્યો હતો. યુવક યુવતીને વીડિયોમાં બેરહમીપૂર્વક માર મારતો હતો.જે વીડિયો બહાર આવ્યા બાદ હાલ આરોપીને દબોચી લઈ તેમની વિરુદ્ધ કલમ 354, 323, 294-ખ હેઠળ ગુનો નોંધાયો છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્નને લઈને નાનુ ફંકશન રાખ્યુ હતુ મોડે સુધી રોકાયા હતા. આ બનાવ અંદરના પ્રમાઈસિસમાં બન્યો છે. વધુમાં પોલીસની બેદરકારી જણાશે તો તેમની સામે પણ પગલા લેવાશે તેવું એસીપીએ અંતમાં કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ