બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / anuradha timber international have built doors of ram mandir ayodhya

અયોધ્યા રામ મંદિર / એ કંપની કે જેના MDએ રામ મંદિરના દરવાજા બનાવવા આપવું પડ્યું હતું ઇન્ટરવ્યૂ, 1 હજાર વર્ષ સુધીની ગેરંટીનો છે દાવો

Manisha Jogi

Last Updated: 03:59 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અનુરાધા ટિંબર ઈન્ટરનેશનલે આ દરવાજા બનાવ્યા છે, અને તેમાં સોનાની પ્લેટિંગ કરવામાં આવી છે.

  • 22 જાન્યુઆરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે
  • અનુરાધા ટિંબર ઈન્ટરનેશનલે આ દરવાજા બનાવ્યા
  • 1000 વર્ષ સુધી આ દરવાજા રહેશે અડીખમ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરમાં દરવાજા લગાવવાનું કામ ચાલી રહ્યું છે. અનુરાધા ટિંબર ઈન્ટરનેશનલે આ દરવાજા બનાવ્યા છે, અને તેમાં સોનાની પ્લેટિંગ કરવામાં આવી છે. 

અનુરાધા ટિંબર ઈન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર સરથ બાબૂએ જણાવ્યું કે, ‘રામ મંદિરના દરવાજા બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. સરથ બાબૂએ સનાતન ધર્મની ઓળખની સાથે દરવાજાનું નિર્માણ કર્યું છે અને દરવાજા પર સોનાની પ્લેટિંગ કરવામાં આવી છે. 3 વર્ષ પહેલા ચંપક રાયે એક મોડલ બનાવવા માટે કહ્યું હતું. રામ મંદિરમાં જે દરવાજો લગાવવામાં આવી રહ્યો છે, તેવું મોડલ બનાવીને રામનવમીના દિવસે તે દરવાજા લઈને અયોધ્યા ગયો હતો.’

સરથ બાબૂએ વધુમાં જણાવ્યું કે, ‘ગયા વર્ષે જૂનમાં તમામ ઈન્ટરવ્યૂ પછી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી દરવાજા બનાવવાનું કામ શરૂ કર્યું. 14 દરવાજામાં સોનાનું પ્લેટિંગ છે, જેમાં ગર્ભગૃહનો દરવાજો, મંડપ અને સિંહ દ્વાર શામેલ છે. તિજોરી માટે 4 દરવાજા અલગથી બનાવવામાં આવ્યા છે. કંપનીએ રામ મંદિર માટે કુલ 18 દરવાજા બનાવ્યા છે. બડકોટનું નિર્માણ થશે અને મંદિરના ઉપરના ભાગનું નિર્માણ થશે તો તે દરવાજા માટેનું કામ પણ અમારી કંપનીને જ આપવામાં આવ્યું છે. દરવાજામાં સાગનું લાકડુ વાપરવામાં આવ્યું છે. આ દરવાજા 1000 વર્ષ સુધી આવા જ રહેશે, આ દરવાજાને કંઈ નહીં થાય. દરવાજામાં વિસ્તૃત રીતે નક્કાશી અને કાર્વિંગ કરવામાં આવી છે.’

વધુ વાંચો: 'મુઘલ સ્મારક' જેમ હજારો વર્ષ અડીખમ ઊભું રહેશે રામ મંદિર, કંઈ જ નહીં થાય, મોટું અપડેટ આવ્યું

ગર્ભગૃહમાં જે દરવાજો લગાવવામાં આવ્યો છે, તે દરવાજાની પહોળાઈ 12 ફૂટ છે અને લંબાઈ 9 ફૂટ છે. દરવાજાની થીકનેસ 5 ઈંચ છે. અન્ય દરવાજાની લંબાઈ 9-10 ફૂટ અને થીકનેસ 5 ઈંચ છે. નક્કાશીની ડિઝાઈન સોનપુરમાંથી લેવામાં આવી છે. ગર્ભગૃહ તથા અન્ય દરવાજાની ડિઝાઈન અલગ છે. દરવાજા પર ગજરાજ બનાવવામાં આવ્યા છે, કમળ તથા દેવતાઓની મૂર્તિ પણ કંડારવામાં આવી છે. તમામ કાર્વિંગ હાથથી કરવામાં આવી છે. બહારના દરવાજામાં સ્વસ્તિક છે. ગર્ભગૃહના દરવાજામાં મોરી છે, શાસ્ત્રો અનુસાર તેને શુભ માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ