બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેટ્રોલમાં 1.5 રુપિયા અને ડીઝલમાં 3 રુપિયાના ઘટાડાનું એલાન, 1 જૂનથી લાગુ પડશે નિર્ણય

રાહત / પેટ્રોલમાં 1.5 રુપિયા અને ડીઝલમાં 3 રુપિયાના ઘટાડાનું એલાન, 1 જૂનથી લાગુ પડશે નિર્ણય

Published By: Nirav Kumar

Last Updated: 05:04 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતા ફ્યુઅલના ભાવને લઇ સામાન્ય જનતા પર ભાર વધી રહ્યો છે આથી કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવશે. આ ઘટાડો 1 જૂનથી લાગુ થશે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ અંગે એક મોટો નિર્ણય લીધો છે. શનિવાર 30 મેના રોજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટી 1 જૂનથી ઘટાડવામાં આવશે. જેમાં પેટ્રોલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં પ્રતિ લિટર 1.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં પ્રતિ લિટર 3.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની નિકાસ ડ્યુટીમાં પ્રતિ લિટર 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી લોકલ બજાર પર કોઈ અસર થશે નહીં. કેમ કારણ કે સરકારે સ્થાનિક કરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાનો સરકારનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થઈ રહ્યો છે.

VTV DIGITAL

સરકારે 27 માર્ચ 2026ના રોજ આ ખાસ કર લાગુ કર્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલની સ્થાનિક ઉપલબ્ધતા જાળવવા માટે આ કર લગાવ્યો હતો. છેલ્લે 16 મેના રોજ કિંમતોમાં સુધારો કરવામાં આવ્યો હતો.

  • પેટ્રોલ અને ડીઝલના ભાવ

આજે રવિવારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પેટ્રોલ અને ડીઝલના જૂના દર યથાવત છે. છેલ્લે સોમવારે તેલ કંપનીઓએ લોકલ લેવલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો.

આજે, 31 મે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 7.5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

વાંચો વાંચો : કેટલુ મળશે એરિયર? ગણતરી કેવી રીતે કરવી? કર્મચારીઓની બલ્લે-બલ્લે

  • ઘણા શહેરોમાં પેટ્રોલ 110 રૂપિયાને વટાવી ગયું

દેશભરના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 110 રૂપિયાને વટાવી ગયા છે. જેમાં હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ 115 રૂપિયાને પણ વટાવી ગયો છે. આ દરમિયાન કોલકાતામાં પેટ્રોલ માટે 110 રૂપિયાથી વધુ ખર્ચ કરી રહ્યા છે. સરકારે સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ટેક્સ પણ ઘટાડ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

export duty reduced prices Petrol Diesel

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ