બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Announcement of recruitment of 5360 posts in education department, big decision in cabinet of Gujarat government
Vishnu
Last Updated: 04:46 PM, 7 September 2022
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.
મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો
નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી ૭૦૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે: વાઘાણી
ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી ૭,૦૦૦થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉદેશથી આગામી તા.૧૨, ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ / યુનિવર્સિટી તેમજ તા.૧૫ અને ૧૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમતલક્ષી કાર્યક્રમો યોજાશે. તા.૧૨ સપ્ટેમ્બરે રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકે યોજાનાર રમતલક્ષી કાર્યક્રમોમાં મંત્રીઓ, સાસંદ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો તેમજ રમતવીરો ઉપસ્થિત રહેશે.
ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો અપાશે: જીતુવાધાણી
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-૧૦માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ થી ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી ધોરણ ૯માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT