બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ankleshwar: localities complaints against Mohan Gupta who allegedly built the house and built ram mandir with PM CM statue
ADVERTISEMENT
ADVERTISEMENT
અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જે ખુશીમાં અંકલેશ્વરની એક સોસાયટીમાં બાંધકામની મંજૂરી વિના કરાયેલ બાંધકામના અગાસીના ભાગે રામજીની સ્થાપના સાથે PM અને CMની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જેથી સમગ્ર મુદ્દો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. આ ઘટનાને ભક્તિ કહેવાય કે શક્તિ તેવા સવાલો વચ્ચે હાલ મુદ્દો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ADVERTISEMENT
નવા બાંધકામની ઉપર જ શા માટે રામજીની સ્થાપના થઈ ?
અંકલેશ્વર પંથકના ગડખોલ ગામે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી આવેલી છે જેમાં જૂનું બાંધકામ દૂર કરી નવું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બનાવવામાં આવ્યું હોવાનો વિવાદ સરકારી કચેરીમાં ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે જે બાંધકામ કરાયું છે તેની મંજૂરી બૌડા વિભાગમાંથી લેવામાં આવી નથી. જેથી ફરિયાદીએ આ અંગે ફરિયાદ કરી છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય, સીલ ન થઈ જાય, તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે અનોખો ખેલ કર્યો હોય તેવી ચોક આવનારી ઘટના સામે આવી છે. આરોપ અનુસાર મિલકત ધારકે અગાસી પર રામજીની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમા લગાડી છે.

ADVERTISEMENT
લોકોનો આક્ષેપ છે કે મકાન માલિકે અગાસી ઉપર જ રામજી અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરી જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરાયું છે ત્યાં આગળ પણ મોટો ખુલ્લો પ્લોટ છે તેમાં પણ કરી શકાય છે. જેને લઈને આખરે બાંધકામની અગાસી ઉપર જ રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરવામાં આવી તેવા સવાલો ઉદભવ્યાં છે.
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની પ્રતિમા મુકવા પાછળ શું કારણ?
મીડિયાએ આ સવાલોનાં જવાબ મેળવવા માટે આ બાંધકામની મંજૂરી નથી તેવી ફરિયાદ કરનાર અરજદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અરજદારે કહ્યું કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરી શકાય નહીં અને બાંધકામની મંજૂરી પણ નથી અને આ બાબતની ફરિયાદ પણ કરવામાં આવી છે. બાંધકામની મંજૂરી ન હોવાના કારણે તથા બાંધકામ દૂર કરવામાં ન આવે તે હેતુથી રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોવાનો આરોપ અરજદારે કર્યો છે.
ADVERTISEMENT
તંત્ર પાસે પણ જવાબ નથી?
સમગ્ર મામલાની તથ્યતા જાણવા માટે ભરૂચ અંકલેશ્વર બૌડા વિભાગનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં અધિકારીઓએ કહ્યું કે આ વાત હજુ અમારી પાસે હમણાં ધ્યાનમાં આવી છે. તેથી આ બાબતે સ્થળનું નિરીક્ષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ હાલ મીડિયા સમક્ષ સત્તાવાર કોઈ માહિતી આપી શકાય તેમ નથી..
ADVERTISEMENT
વધુ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં ગુજરાતનું વાતાવરણ વેરવિખેર, જાણી લો હવામાનની મેજર અપડેટવાળી આગાહી
બાંધકામ કરનારા મોહન ગુપ્તાએ આપ્યું નિવેદન
જ્યારે બાંધકામ કરનારા મોહન ગુપ્તાએ કહ્યું કે "500 વર્ષ બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં આવ્યાં છે...એ ખુશીમાં મેં મારી છતની ઉપર એક મંદિર બનાવ્યું છે. આ સાથે જ મેં CM-PMની મૂર્તિ લગાડી છે કારણકે તેમના લીધે જ પ્રભુ શ્રીરામ મહેલમાં આવ્યાં છે તેથી મેં તેમની મૂર્તિ લગાડી છે. "વિવાદ મામલે કહ્યું કે, " જમીન મારી છે- મારા પત્નીનાં નામે છે- મકાન મારું છે તેથી મેં મંદિર બનાવ્યું છે. કેટલાક લોકો મારી પાસે પૈસા માંગવા આવ્યાં હતાં જેની મેં ના પાડી જેથી તેમણે આ રીતે ફરિયાદ કરી છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.