બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat weather update Western Disturbance becomes active in the state, the temperature will increase and there will be relief from the cold
Last Updated: 05:10 PM, 30 January 2024
ADVERTISEMENT
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ હવે રાજ્યના તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનનો પારો ઉંચકાશે. વર્તમાનમાં પડી રહેલી ઠંડીને લઈ રાજ્યવાસીઓને થોડી રાહત મળશે, સાથો સાથ સામાન્ય ગરમીનો અહેસાસ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ADVERTISEMENT
13.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર
રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે અને 24 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે. આપને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં આજે 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 14.7 ડિગ્રી નોંધાયુ જ્યારે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમી રહશે.
વાંચવા જેવું: સમગ્ર દેશમાં ગુજરાતના ટેબ્લોનો ડંકો: 2 એવોર્ડ સાથે સતત બીજા વર્ષે પહેલા નંબરે, આટલા ટકા વોટ મળ્યા
ADVERTISEMENT
ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે
હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે. આવતા સપ્તાહમાં વરસાદની પણ કોઈ સંભાવના નથી. વર્તમાનમાં સુરતમાં 30.4 અને રાજકોટમાં 30.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દ્વારકામાં 25 અને ભૂજમાં 28.8 ડિગ્રી તપામાન નોંધાયું છે જ્યારે ડિસામાં 28.6 અને વેરાવળમાં 28.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.