બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Animal Day 13 Box Office Collection: 'Animal' Roars Again on Day 13

બોક્સ ઓફિસ કલેક્શન / ફિલ્મ એનિમલની દહાડ બોક્સ ઓફિસ પર ધીમે પડી! 13માં દિવસ સુધીમાં છાપ્યા આટલા કરોડ, રણબીરના કેરિયરમાં સૌથી સુપરહિટ

Pravin Joshi

Last Updated: 11:11 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં ધૂમ મચાવી રહી છે. રણબીર કપૂરની એનિમલની 13મા દિવસની કમાણીનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે.

  • સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'નો બોક્સ ઓફિસ પર ધૂમ ધડાકો
  • સારો બિઝનેસ કરનાર ફિલ્મ 'એનિમલ'ની કમાણી સોમવારથી ઘટી 
  • રણબીર અને રશ્મિકાની 'એનિમલ' ફિલ્મે આજે 9 કરોડનું કલેક્શન કર્યું


હાલમાં ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રણબીર કપૂરની ફિલ્મ જે રીતે બોક્સ ઓફિસ પર કમાણીની સુનામી લાવી છે, તેના પૂરતા વખાણ કરી શકાય તેમ નથી. રિલીઝના બે અઠવાડિયા પૂરા કરવાના આરે રહેલી 'એનિમલ'ના 13મા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે. ચાલો આ લેખમાં જાણીએ કે ફિલ્મ 'એનિમલ' એ બીજા બુધવારે કેટલું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.

Tag | VTV Gujarati

બીજા બુધવારે 'એનિમલ'એ આટલી કમાણી કરી

બીજા વિકેન્ડમાં બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરનાર ફિલ્મ 'એનિમલ'ની કમાણી સોમવારથી ઘટી રહી છે. આવી સ્થિતિમાં બુધવારે પણ ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન સેકનિલ્કના પ્રારંભિક વેપાર મુજબ રણબીર કપૂર અને રશ્મિકા મંદાન્નાની 'એનિમલ' એ સમાચાર લખ્યા ત્યાં સુધી લગભગ 9 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. આ કમાણીનો આંકડો અંદાજીત છે. વાસ્તવિક આંકડા આવવામાં સમય લાગશે. જો કે, બોક્સ ઓફિસ કલેક્શન ઘટવા છતાં 'એનિમલ'ને લઈને ચાહકોનો ક્રેઝ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી અને એટલું જ નહીં, આ ફિલ્મના કુલ કલેક્શનમાં કોઈ ઘટાડો થયો નથી. તમને જણાવી દઈએ કે જો બીજા બુધવારના કલેક્શનના આંકડાઓ ઉમેરવામાં આવે તો ફિલ્મ 'એનિમલ' એ અત્યાર સુધી 13 દિવસમાં તમામ ભાષાઓમાં 466 કરોડ રૂપિયાનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.

દુનિયાભરમાં 'Animal'ની કરી છપ્પરફાડ કમાણી, કલેક્શન 600 કરોડને પાર, રણબીર  કપૂરની ફિલ્મે અમેરિકામાં રચ્યો ઈતિહાસ / Worldwide, 'Animal' has made a huge  profit, the ...

બીજા સપ્તાહના અંતે 'એનિમલ'નું કલેક્શન

  • 11મા દિવસે 13.85 કરોડ
  • 12મા દિવસે 12.75 કરોડ
  • 13મો દિવસ 8 કરોડ*
  • કુલ કલેક્શન 466 કરોડ*

Topic | VTV Gujarati

'એનિમલ' રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની હતી

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર 'એનિમલ'એ રાતોરાત સુપરસ્ટાર રણબીર કપૂરની કિસ્મત બદલી નાખી છે. આ સાથે 'એનિમલ' હવે રણબીરના ફિલ્મી કરિયરની સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની ગઈ છે. એનિમલ સાથે રણબીરે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કરતી ફિલ્મોની હેટ્રિક ફટકારી છે. આ પહેલા અભિનેતાની બ્રહ્માસ્ત્ર અને તુ જૂઠી મેં મક્કર ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ