બ્રેકિંગ ન્યુઝ
ખરેખર ડિસેમ્બર 2020ના અંત સુધીમાં રિલાયન્સ કેપિટલ લિમિટેડનું કુલ દેવું 20 હજાર કરોડ રુપિયાની ઉપર પહોંચી ગયું છે, જેમાં વ્યાજ પણ સામેલ છે. રિલાયન્સ કેપિટલ મુજબ ડિસેમ્બર 2020ના અંત સુદીમાં કુલ દેવુ 20,379.71 કરો રુપિયા હતું. જેમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ લોન તેમજ તેનું વ્યાજ સામેલ છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટ 2020માં કંપનીની ઉપર 19805.7 કરોડ રૂપિયા દેવું હતું. કંપનીએ જણાવ્યું કે તેના પર HDFC બેંકનું 523. 98 કરોડ રૂપિયા અને એક્સિસ બેંકના 100.63 કરોડ રૂપિયા બાકી છે. બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેતી ઉધારની કુલ રકમ 700.76 કરોડ રુપિયા છે, જેમાં મૂળ રકમ અને વ્યાજ સામેલ છે.
આ જ રીતે જૂનની એક અન્ય કંપનીએ રિલાયંસ હોમ ફાઇનાન્સે કહ્યું કે કુલ બાકી દેવુ 13,000 કરોડ રુપિયાની નજીક છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગ્રુપમાં ટેલીકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન મુજબ અંદાજે 26,000 કરોડ રુપિયાનું દેવ છુ. જ્યારે ભારતીય બેંકો, વેંડરો અને અન્ય લોન આપનારાઓ ભેગા મળીને અંદાજે 86,000 કરોડ રૂપિા બાકી હોવાનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
દેવુ ઓછા કરવામાં કર્યો પ્રયત્ન
આ સમાચાર એવા સમયે આવી રહ્યાં છે જ્યારે અનિલ અંબાણીનુ રિલાયન્સ જૂથ દેવુ ઓછુ કરવામાં લાગ્યું છે. હાલમાં જ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાએ ડીલ ટોલ રોડમાં પોતાની 100 ટકા ભાગીદારી ક્યૂબ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વેચાણ આપી છે.
આ કારણે રિલાયન્સ ઇન્ફ્રાનું દેવુ 17,500 કરોડ રૂપિયાથી 14,00 કરોડ રુપિયા થઇ ગયું છે. આ કારણે કંપનીએ પોતાની જવાબદારીઓને 20 ટકા ઘટાડી દીધી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.