બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anger among farmers due to water problem in Aspur of Virpur

લોકસભા ચૂંટણી 2024 / વીરપુરના આસપુરમાં પાણીની સમસ્યાથી ખેડૂતોમાં રોષ, પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

Vishal Khamar

Last Updated: 03:55 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 વર્ષથી નેતાઓ ગામમાં આવે છે અને લોલીપોપ આપે છે મતનું દાન લઈ જાય છે પરંતુ વળતરરૂપે ગ્રામજનોને તળાવ ભરીન આપતા ગ્રામજનો આકરા પાણીએ આસપુર ગામના તળાવમાં પાણી ભરવામા નહીં આવે તો ખેડૂતોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

વિરપુર તાલુકાના આસપુર ગ્રામ પંચાયતમાં આવેલ તળાવ મા પાણી ભરવાની માંગ ઉગ્ર બની છે. ગામના લોકોએ લોકસભાની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા 20 વર્ષથી ગ્રામજનો પોતાના મતોનું દાન આપી રહ્યા છે પરંતુ નેતાઓ તેમજ ઉમેદવાર માત્ર લોલીપોપ આપી જતા રહે છે ત્યારે આ વખતની લોકસભા 2024 ની ચૂંટણીમાં ગ્રામજનોએ પાણી નહીં તો મત નહીં ના ઉચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આસપુર ગ્રામ પંચાયતના ૧૦ જેટલા ગામોના ખેડૂતોની બેઠક મળી જેમાં નક્કી કરવામાં આવ્યુ છે કે,જો આગામી દિવસોમાં સરકાર આસપુર ગામનુ તળાવ ભરવા વહીવટી મંજૂરી નહીં આપે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે વિરપુર તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર તાલુકો છે આ તાલુકામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે તાલુકામાં કોઈપણ કેનાલ કે ડેમની વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી પાણી માટે રઝળપાટ કરવા મજબુર છે આ ગામના તળાવો માત્ર વરસાદી પાણી ઉપર નિર્ભર છે.

 ૧૦૦ થી વધારે ખેડુતો દ્વારા અગાઉ ગામનુ તળાવ ભરવાની પ્રબળ માંગ કરી
બીજી તરફ જો આ તળાવ ભરવામાં આવે તો લગભગ 10 જેટલા ગામોને પાણીની શાંતિ મળે એમ છે કારણ આસપુર ગામ વિરપુર તાલુકાના આજુબાજુ ના ગામોથી 100 ફૂટ ઊંચાઈ પર આવેલું ગામ છે. જેથી આ તળાવ ભરાય તો આજુબાજુના તળાવો માં જળ સ્ત્રોત વધી શકે એમ છે. ત્યારે નજીકમાં ત્રણ કિલોમીટર દૂર કેનાલ છે. તેના મારફતે પાણી તળાવમાં પાડી શકાય એમ છે તેમ છતાં પણ માત્ર નેતાઓ આવી લોભામણી જાહેરાતો કરી જતા રહે છે પરંતુ ગામના તળાવ ન ભરાતા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ૧૦૦ થી વધારે ખેડુતો દ્વારા અગાઉ ગામનુ તળાવ ભરવાની પ્રબળ માંગ કરી હતી.

વધુ વાંચોઃ અમદાવાદ થી ગાંધીનગરને જોડતા બ્રિજ પર ડામર પીગળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ

તળાવ ન ભરાતા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
તે બાદ સાસંદ, ધારાસભ્ય સહિત નેતાઓએ તળાવ ભરવા ખેડૂતોને ખાતરી આપી હતી. પરંતુ આજદિન સુધી તળાવ ન ભરાતાં  આ ખેડૂતો રોષે ભરાયા છે. રોષે ભરાયેલા ખેડૂતો હવે લોકસભાની ચૂંટણી ટાણે જ આંદોલન છેડે તેવા એંધાણ સર્જાયા છે. આ વિસ્તારના ખેડુતો અને પશુપાલકો દ્વારા આવનાર દિવસોમાં તળાવ નહીં ભરવામાં આવે તો મતદાનનો પણ બહિષ્કાર કરશે. તેમજ પ્રચાર અર્થે આવતા નેતાઓને ગામમાં પણ ઘૂસવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે લોકસભાની ચૂંટણી સમયે જ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ