બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / android phone track after stolen even it is switch off know live location
Premal
Last Updated: 02:55 PM, 14 November 2022
ADVERTISEMENT
ચોરી થયેલા ફોનને તમે સરળતાથી ટ્રેક કરી શકો છો
સ્માર્ટ ફોનનો ઉપયોગ ખૂબ ઝડપથી વધ્યો છે. સ્માર્ટ ફોન વગર આપણા ઘણા કામ અટકી જાય છે. સમસ્યા ત્યારે આવે છે, જ્યારે સ્માર્ટ ફોન ખોવાઈ જાય છે. પરંતુ તમે ચોરી થયેલા ફોનને સરળતાથી ટ્રેક કરી શકો છો. ફોન સ્વિચ ઑફ થયા બાદ તેને ટ્રેક કરવામાં ઘણી મુશ્કેલી આવે છે. જો તમારો ફોન ચોરી થયો છે તો સૌથી પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવો.
ADVERTISEMENT
આ એપનો ઉપયોગ કરીને તમે ફોનને ટ્રેક કરી શકશો
પોલીસને પણ તમે ફોન ટ્રેક કરવાની રિકવેસ્ટ કરી શકો છો. ઘણા કેસમાં પોલીસ ફોનને ટ્રેક કરી ફોન સાચા માલિકને સોંપી દે છે. જો કે, તમે પહેલેથી જ અમુક સેફ્ટી ટીપ્સ અપનાવીને સરળતાથી તમારા ફોનને ટ્રેક કરી શકો છો. જેના માટે ઘણી એપ્સ સરળતાથી મળી જશે.
ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે એપ
અમે અહીં Track it EVEN if it is offની વાત કરી રહ્યાં છે. જેને એન્ડ્રોઈડ યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. જેની રેટીંગ પણ ઘણી સારી છે. જેને Hammer Securityએ ડેવલપ કરી છે. જેનુ સેટઅપ પ્રોસેસ ઘણુ સરળ છે.
એપ ડાઉનલોડ થયા બાદ તેને ઓપન કરીને અમુક મંજૂરી આપી દો. તેમાં એક ફીચર ડમી સ્વિચ ઑફ અને ફ્લાઈટ મોડનુ પણ છે. જેનાથી ફોનને સ્વિચ ઑફ કર્યા બાદ તે ઓફ નહીં થાય. જ્યારે ચોરને લાગશે ફોન ઑફ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.