બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભૂકંપ આવે તે પહેલાં Android મોબાઈલમાં એલર્ટ આવશે! બસ આ સેટિંગ ઓન કરી દો બચી જશે જીવ

ટેક્નોલોજી / ભૂકંપ આવે તે પહેલાં Android મોબાઈલમાં એલર્ટ આવશે! બસ આ સેટિંગ ઓન કરી દો બચી જશે જીવ

Jinal Chauhan

Last Updated: 03:45 PM, 21 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આજે સવારે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા. ત્યારથી લોકો ભયમાં સરી પડ્યા છે. ઘણી જગ્યાએ ઇમારતો થોડીક સેકન્ડ માટે હલી ગઈ હતી જેના કારણે લોકો ભયભીત થઈને ઘર છોડીને ભાગી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશના તુંગી નજીક હતું જ્યાં સવારે 10:38 વાગ્યાની આસપાસ જોરદાર આંચકા આવ્યા હતા.

ભૂકંપ પછી લોકોના મનમાં એક પ્રશ્ન સતત આવતો રહે છે: શું તેમના ફોનમાં ભૂકંપની ચેતવણી મળી હતી? હકીકતમાં આજકાલ સ્માર્ટફોન સમયસર ભૂકંપની એલર્ટ મોકલે છે

Earthquakes-simple

સ્માર્ટફોન ભૂકંપની ચેતવણી કેવી રીતે આપે છે?

સ્માર્ટફોન ભૂકંપની ચેતવણી બહુ સરળ રીતે આપે છે. તમારા ફોનમાં નાના સેન્સર હોય છે, જે જમીન હલે તો તરત ઓળખે છે. જ્યારે આસપાસના ઘણા ફોન એકસાથે કંપન પકડે છે, ત્યારે આ વાત સીધી એક મોટા કમ્પ્યુટર સુધી પહોંચે છે. પછી એ કમ્પ્યુટર બધાને તરત જ મેસેજ મોકલે છે કે ભૂકંપ આવી રહ્યો છે. આ મેસેજ થોડા જ સેકન્ડમાં આવી જાય છે જેથી લોકોને સલામત જગ્યાએ જવા માટે થોડો સમય મળી જાય.

એન્ડ્રોઇડ પર ભૂકંપ ચેતવણીઓ કેવી રીતે ચાલુ કરવી?

સૌ પહેલા તમારા ફોનનું સેટિંગ્સ ખોલો. પછી સેફ્ટી અને ઈમરજન્સી નામનો વિકલ્પ ખુલશે તેમાં જાઓ. ત્યાં તમને ભૂકંપ ચેતવણી લખેલું મળશે એને ચાલુ કરી દો. આ પછી ભૂકંપ આવવાના થોડા સેકન્ડ પહેલાં તમારો ફોન તમને જાણ કરી દેશે.

આઇફોનમાં કેવી રીતે એલર્ટ મળશે?

  • સૌ પહેલું સેટિંગ્સ ખોલો. પછી Notifications (સૂચનાઓ) પર ટેપ કરો. નીચે સ્ક્રોલ કરશો તો તમને Emergency Alerts (કટોકટી ચેતવણીઓ) નો વિકલ્પ મળશે. એને ચાલુ કરી દો. બસ, હવે તમારા iPhone પર કટોકટીની કોઈપણ મહત્વની સૂચના તમને સમયસર મળી જશે.
  • વધારે સુરક્ષા માટે તમે MyShake એપ પણ ઉપયોગ કરી શકો છો. આ એપ Android અને iPhone બંનેમાં મફતમાં મળે છે. એપ ડાઉનલોડ કરો, સેટઅપ પૂરો કરો અને તમારા ફોનને લોકેશન ઍક્સેસ આપો. ત્યારબાદ આ એપ તમને 4.5 થી વધારે તીવ્રતાવાળા ભૂકંપ માટે સમયસર ચેતવણી મોકલશે.

ગૂગલ તમારા ફોનમાં ભૂકંપની બે પ્રકારની ચેતવણીઓ મોકલે છે

સાવધાન રહો ચેતવણી – જ્યારે હળવી ધ્રુજારી આવે ત્યારે.

એક્શન લેવાની ચેતવણી – જ્યારે ધ્રુજારી વધુ તીવ્ર હોય ત્યારે.

vtv app promotion

આ પણ વાંચોઃVIDEO : હાલોલમાં બ્લાસ્ટ કરતા મકાનોને અસર, લોકોનું જીવન બન્યું જોખમી

આ સુવિધા કેમ જરૂરી છે?

કારણ કે ભૂકંપ ક્યારે આવશે એની કોઈ આગાહી નથી કરી શકાતી. પરંતુ તમારા ફોનમાં આવતી આ ચેતવણીઓ તમને ધ્રુજારી શરૂ થાય તે પહેલાં થોડા સેકન્ડો આપી શકે છે. આ થોડા સેકન્ડ પણ તમારી જાન બચાવી શકે છે. કોલકાતામાં થયેલા ભૂકંપે સાબિત કર્યું કે મોબાઇલમાં આવતી ચેતવણીઓ કેટલા લોકોની મદદ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mobile earthquake warning Android earthquake alert phone alert system
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ