બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : હાલોલમાં બ્લાસ્ટ કરતા મકાનોને અસર, લોકોનું જીવન બન્યું જોખમી

ગુજરાત / VIDEO : હાલોલમાં બ્લાસ્ટ કરતા મકાનોને અસર, લોકોનું જીવન બન્યું જોખમી

Priykant Shrimali

Last Updated: 02:47 PM, 21 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Halol Quarry Blast : પંચમહાલની હાલોલ તાલુકાની ગોપીપુરા ગામે જીવનું જોખમ, ક્વોરીમાં બ્લાસ્ટિંગ સામે લોકોએ ઉઠાવ્યા પ્રશ્નો, અહીં જુઓ Video

Halol Quarry Blast : પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામથી એક ગંભીર ઘટના સામે આવી છે. પાવાગઢ નજીક આવેલી ક્વોરી વિસ્તારમાં મોટા પાયે થતાં બ્લાસ્ટિંગને કારણે સ્થાનિક ગ્રામજનોના જીવન અને રોજિંદા કાર્યો પર સીધી અસર પડી રહી છે. તાજેતરમાં થયેલા બ્લાસ્ટ દરમિયાન ગામલોકોએ લાઈવ વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક વખત રજૂઆત છતા પણ ક્વોરી વિસ્તારમાં બિનિયંત્રિત રીતે બ્લાસ્ટિંગ ચાલુ છે. ગામની આંગણવાડી, રહેણાંક મકાનો, બોરવેલ અને કૂવાઓ પર આ ધડાકાઓની સીધી અસર થતી જોવા મળી રહી છે. ઘરોમાં તિરાડો પડી જવા, પાણીના સ્ત્રોતોમાં ખલેલ પહોંચવા તેમજ દીવાલોમાં કંપન અનુભવાય તેવી પરિસ્થિતિ ગામજનો સર્જાતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

ગોપીપુરા જ નહીં, પરંતુ આજુબાજુના ગામોના લોકો પણ આ સમસ્યાથી પરેશાન છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં સતત એક ભયનું વાતાવરણ છવાયેલું છે. સ્થાનિકોએ તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી એવી રોષભરી પ્રતિક્રિયા પણ સાંભળી શકાય છે. જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને અવાજ ઊંચો કરવા છતા દરેક વખતની ફરિયાદો કાગળ પર જ સીમિત રહી જાય છે.

આ પણ વાંચો : "સાથે જીવશું સાથે મરશું", પતિના નિધન બાદ એક કલાકમાં જ પત્નીએ પણ દેહ છોડ્યો, સર્જાયા ભાવુક દ્રશ્યો

તાજેતરમાં બનેલા બ્લાસ્ટનો લાઈવ વિડિયો બહાર આવતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગામલોકો માંગ કરી રહ્યા છે કે ટૂંક સમયમાં ટૂંકા ગાળાના નહીં પરંતુ કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવે જેથી તેમના જીવ અને મિલ્કતને સુરક્ષા મળી રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Halol Quarry Blast Quarry Blast Panchmahal
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ