બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "સાથે જીવશું સાથે મરશું", પતિના નિધન બાદ એક કલાકમાં જ પત્નીએ પણ દેહ છોડ્યો, સર્જાયા ભાવુક દ્રશ્યો
Last Updated: 02:11 PM, 21 November 2025
Sabarkantha : તમે બધાએ અગાઉ ફિલ્મોમાં સાંભળ્યું હશે કે, "સાથે જીવશું સાથે મરશું". આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી. ઇડર તાલુકાના કાનપુર ગામમાં એવી ઘટના બની છે જેને સાંભળનાર દરેકની આંખો ભીની થઈ જાય. જીવનભર સાથે ચાલવાનું સાથે જ જીવવાનું અને સાથે જ વિદાય લેવાનું વચન એક દંપતીએ સાચા અર્થમાં નિભાવી બતાવ્યું. 65 વર્ષીય મણીભાઈ પટેલ (મણીદાદા) અને 68 વર્ષીય તેમના જીવનસાથી શાંતાબેન બંનેએ એક જ દિવસે દુનિયાને અલવિદા કહી દીધી.
ADVERTISEMENT
વિગતો મુજબ ઇડર તાલુકાના કાનપુર ગામમાં વહેલી સવારના કલાકોમાં મણીદાદાનું દુઃખદ અવસાન થયું. આખા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો. જોકે પરિવાર આ દુઃખમાંથી બહાર આવે તે પહેલા જ જાણે શાંતાબેન હૃદયથી આઘાત સહન ન કરી શક્યા. પોતાના જીવનસાથીના મૃત્યુને માત્ર એક જ કલાક થયો હતો કે શાંતાબેનનું પણ હૃદય રોકાઈ ગયું અને તેઓ પણ પતિને અનુસરતા આ ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયા.

ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે આ ઘટનાને લઈ 65 સભ્યોનો મોટો સંયુક્ત પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. મણીદાદા અને શાંતાદાદીના અચાનક અને એકસાથે થયેલા અવસાનથી ગામમાં પણ ભાવુક માહોલ છવાઈ ગયો. જીવનભરના દાંપત્યનું એવું અનોખું અને સ્પર્શક અંત બધાને રડાવી ગયું. બંનેના પાર્થિવ દેહની અંતિમયાત્રા પણ એકસાથે જ નીકળી.
આ પણ વાંચો : 'મારાથી કોઇ પણ કાળે હવે...', SIRની કામગીરીથી કંટાળી BLO શિક્ષકે જીવન ટૂંકાવ્યું
ADVERTISEMENT
ગામજનોના આંસુઓ વચ્ચે અને શોકમાં મૌન થયેલા પરિવારજનોની વચ્ચે બંનેને એકસાથે અગ્નિદાહ આપવામાં આવ્યો. જીવનમાં જે રીતે એકબીજાથી ક્યારેય દૂર ન રહ્યાં એ રીતે જ અંતિમ ક્ષણે પણ તેમણે સાથેનો સફર જાળવી રાખ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.