બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મારાથી કોઇ પણ કાળે હવે...', SIRની કામગીરીથી કંટાળી BLO શિક્ષકે જીવન ટૂંકાવ્યું
Last Updated: 12:38 PM, 21 November 2025
Kodinar BLO Suicide : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા સરકારી શિક્ષક અને BLO કાર્યરત અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40) એ માનસિક તણાવ તેમજ કામગીરીના ભારણને કારણે આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
પ્રારંભિક માહિતી મુજબ, મૂળ દેવળી ગામના રહેવાસી અરવિંદભાઈએ પોતાની પત્નીને સંબોધીને એક સ્યુસાઇડ નોટ લખેલી, જેમાં તેઓએ ઉપલી કચેરીની SIR કામગીરીના ભારે દબાણ અંગે ખુલાસો કર્યો હતો. તમને જણાવી દઇએ કે, અરવિંદભાઇ છારા કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
સ્યુસાઇડ નોટમાં વ્યક્ત કરેલી વેદના
ADVERTISEMENT
અરવિંદભાઈએ પોતાની સ્યુસાઇડ નોટમાં વેદના પ્રગટ કરતા જણાવ્યું કે, 'મારાથી કોઇ પણ કાળે હવે આ SIR કામ થઇ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે.'
શિક્ષકોને વધારાનું કામ ઠેલાઈ રહ્યું છે : કોંગ્રેસ પ્રવક્તા
ADVERTISEMENT
આ ઘટનાએ રાજકીય સ્તરે પણ હલચલ મચાવી છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ તંત્ર પર સીધી ટીકાઓ કરતાં જણાવ્યું કે, ''શિક્ષકોને શિક્ષણ સિવાયનું બધું કામ સોંપી દેવામાં આવ્યું છે. શિક્ષકો બાળકોને નહીં પરંતુ મતદારોને ગોતવામાં મશગૂલ છે."

ADVERTISEMENT
દબાણ લાવનાર અધિકારીની ધરપકડ થવી જોઈએ : શિક્ષણ સંઘ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે પણ ઘટનાની તીવ્ર નિંદા કરી. તેમણે કહ્યું કે, ''શિક્ષક પર દબાણ લાવનાર સામે તરત કાર્યવાહી થવી જોઈએ. જિલ્લાઓમાં રાત્રે 8-10 વાગે મિટિંગ બોલાવવામાં આવે છે. આ શિક્ષકો સાથેનો અન્યાય છે. નોટિસો, ધરપકડ વોરંટ જેવી ધમકીઓ શિક્ષકોનું મનોબળ તોડી નાંખે છે. જવાબદાર અધિકારીઓની ઓળખ કરી તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.''
ADVERTISEMENT
આ પણ વાંચો : ગોધરામાં ઘટી હૃદયદ્રાવક ઘટના, સૂતેલો પરિવાર ઊંઘમાં જ ભડથું, 4ના દર્દનાક મોત
શિક્ષણ મંત્રી કરશે પરિજનો સાથે મુલાકાત
ADVERTISEMENT
આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ ખાતે અરવિંદભાઈના પરિવારજનોને મળવા રવાના થયા છે. પરિજનોને સાંત્વના આપીને તંત્રની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.