બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોધરામાં ઘટી હૃદયદ્રાવક ઘટના, સૂતેલો પરિવાર ઊંઘમાં જ ભડથું, 4ના દર્દનાક મોત

કરૂણતા / ગોધરામાં ઘટી હૃદયદ્રાવક ઘટના, સૂતેલો પરિવાર ઊંઘમાં જ ભડથું, 4ના દર્દનાક મોત

Priykant Shrimali

Last Updated: 09:59 AM, 21 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchmahal Fire : મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં થયેલા શોર્ટસર્કિટને કારણે ઘરમાં આગ લાગી, મકાનમાં કાચના જથ્થાબંધ પેનલ હોવાથી ધુમાડો બહાર ન નીકળી શક્યો અને... અહીં જાણો તમામ વિગતો

Panchmahal Fire : પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક દર્દનાક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જે ઘરમાં હર્ષોલ્લાસનો માહોલ હોવો જોઈએ તે ઘર રાતોરાત શોકમાં ફેરવાઈ ગયું. દીકરાની સગાઇના એક દિવસ પહેલાં જ આગની દુર્ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત થયા છે.

સગાઇ પહેલાં જ ઉજવણીનું ઘર શમશાનમાં ફેરવાયું

વિગતો મુજબ ગંગોત્રી નગરમાં રહેતા કમલભાઈ દોષીના 24 વર્ષીય દીકરા દેવ દોષીની આજે સગાઇ હતી. પરંતુ સગાઇ માટે વાપી જવાની તૈયારી કર્યા બાદ રાત્રે પરિવાર સૂતી સ્થિતિમાં હતો તે દરમિયાન આ ભયાનક ઘટના બની.

રાત્રે ઘરમાં લાગી આગ, ચારેયનું ધુમાડામાં ગુંગળાઇને મોત

મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં થયેલા શોર્ટસર્કિટને કારણે ઘરમાં આગ લાગી. મકાનમાં કાચના જથ્થાબંધ પેનલ હોવાથી ધુમાડો બહાર ન નીકળી શક્યો અને આખો ધુમાડો ઘરની અંદર ભરાઈ ગયો. પરિણામે નિદ્રાધીન પરિવાર ધુમાડામાં ગુંગળાઈ ગયો અને ચારેય સભ્યોનું કરૂણ મોત થયું. આસપાસના રહેવાસીઓએ ઘરમાંથી ધુમાડો નીકળતા જોયો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી, પરંતુ ત્યાં સુધી બધું સમાપ્ત થઈ ચૂક્યું હતું.

મોત પામેલા દોષી પરિવારના સભ્યો

  • કમલભાઈ દોશી (50 વર્ષ)
  • દેવલબેન દોશી (45 વર્ષ)
  • દેવ કમલભાઈ દોશી (24 વર્ષ) – આજે સગાઇ હતી
  • રાજ કમલભાઈ દોષી (22 વર્ષ)

દોષી પરિવાર ગોધરામાં જાણીતા જ્વેલર્સ વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ તરફ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો : ભવનાથમાં ડાલામથ્થાની લટાર, શિકારની શોધમાં રસ્તા પર આવ્યા 3 સિંહ, વીડિયો વાયરલ

શોર્ટસર્કિટ અને ધુમાડાએ લીધા ચાર જીવ

પ્રાથમિક તપાસ મુજબ, ગ્રાઉન્ડ ફ્લોરના સોફામાંથી શોર્ટસર્કિટ થયું અને આગ ફેલાતી ગઈ. આ તરફ કાચના બંધ માળખાને કારણે ધુમાડો બહાર ન નીકળ્યો અને પરિવાર ઊંઘમાં હોવાથી તેમને કશું જ ભાન ન રહ્યું. જેને કારણે ધુમાડામાં શ્વાસ ઘૂંટાઇ જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Godhra death in fire Panchmahal
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ