બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / anant ambani radhika merchant grand pre wedding ceremony rohit sharma hardik pandya ms dhoni
Last Updated: 09:12 PM, 1 March 2024
જામનગરમાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની શરૂઆત આજથી થશે. અંબાણી પરિવારની ગ્રાન્ડ પ્રી-વેડિંગ સેરેમેનીમાં બોલિવુડ સેલેબ્સની સાથે ભારતીય ક્રિકેટર્સ પણ આવી ગયા છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, સચિન તેંડુલકર સહિત અનેક ખેલાડીઓ આ સેરેમનીમાં શામેલ થશે. ત્રણ દિવસ સુધી આ પ્રી-વેડિંગ સેરેમની ચાલશે. દેશ વિદેશના અનેક ખેલાડીઓ આ સેરેમનીમાં શામેલ થશે.
ADVERTISEMENT
મહેન્દ્રસિંહ ધોની અને ઝહીર ખાન
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં શામેલ થવા માટે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જામનગર પહોંચી ગયા છે. ધોની તેમની પત્ની સાક્ષી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન પણ સાગરિકા ઘાટગે સાથે આ સેરેમનીમાં શામેલ થશે. ઝહીર ખાન ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયેલા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાર્દિક-ઈશાન પણ શામેલ થશે
હાર્દિક પંડ્યા આ ગ્રાન્ડ પ્રી-વેડિંગ સેરેમનીમાં શામેલ થશે. હાર્દિક પંડ્યા તેમના મોટા ભાઈ કૃણાલ પંડ્યા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ઈશાન કિશન પણ અંબાણી પરિવારની આ ગ્રાન્ડ પ્રી-વેડિંગ સેરેમનમાં શામેલ થશે. સૂર્યકુમાર યાદવ પણ અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજર રહેશે. સૂર્યકુમાર યાદવ એરપોર્ટ પર તેમની પત્ની દેવિશા શેટ્ટી સાથે જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદેશી ખેલાડીઓ શામેલ તશે
વિદેશી ખેલાડીઓ પણ અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં શામેલ થવા માટે જામનગર આવી ગયા છે. વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ભારત આવી પહોંચ્યા છે. અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન પણ અંબાણી પરિવારના મહેમાન બનશે.
કેપ્ટન રોહિત શર્મા
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં શામેલ થવા માટે જામનગર આવી પહોંચ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટનશીપમાં 5 વાર IPLનો ખિતાબ જીત્યો છે. રોહિત શર્મા તેમના પત્ની ઋતિકા સજદેહ સાથે જામનગર આવી પહોચ્યા છે. 7 માર્ચના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ રમવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.