બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદ મહાનગરપાલિકા જાહેર થતા જ વિવાદમાં, RTI કાર્યકર્તા-કંટ્રોલ રૂમના કર્મચારીનો ઓડિયો થયો વાયરલ

વિવાદ / આણંદ મહાનગરપાલિકા જાહેર થતા જ વિવાદમાં, RTI કાર્યકર્તા-કંટ્રોલ રૂમના કર્મચારીનો ઓડિયો થયો વાયરલ

Last Updated: 11:17 AM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand Municipality : આણંદ મહાનગર પાલિકા જાહેર થતાં RTI કાર્યક પાલિકાના દસ્તાવેજને લઈ દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી, રેકોર્ડ રૂમ માટે માંગી સુરક્ષા, કાર્યકર્તા-કંટ્રોલ રૂમ કર્મચારીનો ઓડિયો વાયરલ

Anand Municipality : આણંદ મહાનગર પાલિકા જાહેર થતા જ વિવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં પાલિકાના ડોક્ટુમેન્ટને લઈને આણંદના RTI કાર્યકર્તાએ આશંકા વ્યક્ત કરી હતી. આ તરફ RTI કાર્યકર્તાએ પોલીસ પાસેથી રેકોર્ડ રૂમ અને એકાઉન્ટ વિભાગમાં સુરક્ષા માંગી છે. જેમાં ખાસ કરીને રેકર્ડ રૂમ કે એકાઉન્ટ વિભાગમાં આગ લાગવાની વાત કરી છે. જેથી 4 PSI સહિત ફાયરની ટીમ ગોઠવવાની માંગ કરી છે. નોંધનિય છે કે, આ અંગે RTI કાર્યકર્તા કિરણ સોલંકી અને કંટ્રોલ રૂમના કર્મચારીનો ઓડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે VTV ગુજરાતી.કોમ આ ઓડિયોની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

રાજ્યમાં ગઇકાલે રાજ્ય સરકાર સવાર 9 મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં આણંદને પણ મહાનગર પાલિકા તરીકે જાહેરાત કરાઇ હતી. જોકે કોઈ પણ નગરપાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ અનેક વહીવટી કામો હોય છે. આ સાથે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવાની પણ કવાયત કરવામાં આવતી હોય છે. જોકે આણંદને મહા નગરપાલિકા જાહેર કરતાંની સાથે જ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે.

વધુ વાંચો : અમદાવાદના આ બ્રિજ પરથી પસાર થનારા ખાસ વાંચી લેજો, નહીંતર પડશે ધરમ ધક્કો

જાણો શું છે સમગ્ર વિવાદ ?

વાસ્તવમાં આણંદ મહાનગર પાલિકા જાહેર થતા જ વિવાદ સામે આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આણંદના RTI કાર્યકર્તા કિરણ સોલંકીએ પાલિકાના દસ્તાવેજોને લઈને અણબનાવ બનવાની આશંકા વ્યક્ત કરી છે. જેમાં RTI કાર્યકર્તાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી રેકર્ડ રૂમ અને એકાઉન્ટ વિભાગ માટે સુરક્ષા માગી છે. જેમાં રેકર્ડ રૂમ કે એકાઉન્ટ વિભાગમાં આગ લાગવાની RTI કાર્યકર્તાએ વાત કરી છે. જેથી તાત્કાલિક 4 PSI સહિત ફાયરની ટીમ ગોઠવવાની માંગ કરતી એક ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ રહી છે. જોકે VTV ગુજરાતી.કોમ આ ઓડિયોની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Audio Clip Viral RTI Activist Anand Municipal Corporation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ