બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / An Indian doctor has been sentenced to life imprisonment two more times by the British Criminal Court

સજા / 28 મહિલાઓની જાતીય સતામણી કરનાર ગુજરાતી મૂળના ડૉક્ટરને બ્રિટનમાં વધુ 2 જન્મટીપ, અગાઉ 3 વખત અપાઇ ચૂકી છે આજીવન કેદ

Malay

Last Updated: 10:58 AM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે ભારતીય મૂળના એક ડોક્ટરને મહિલા દર્દીઓની જાતીય સતામણીના કેસમાં વધુ બે વખત આજીવન કેદની સજા સંભળાવી છે. 53 વર્ષીય ડૉ. મનીષ શાહને અગાઉ પણ 3 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

  • બ્રિટનમાં ભા૨તીય મૂળના ડોક્ટરને મહિલાઓના ઉત્પીડન માટે ઉંમર કેદ
  • ડૉક્ટર પર બળાત્કાર અને ઉત્પીડનના લગભગ 115 કેસ સાબિત થયા 
  • 53 વર્ષીય ડોક્ટરને અગાઉ 3 વખત થઈ ચૂકી છે આજીવન કેદની સજા 

ભારતીય મૂળના એક ગુજરાતી ડૉક્ટરને બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે વધુ બે વખત આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ચાર વર્ષના સમયગાળામાં 28 મહિલાઓની જાતીય સતામણી કરવા બદલ દોષી ઠર્યા બાદ કોર્ટે આકરી કાર્યવાહી કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે. 

પ્રતિકાત્મક તસવીર

જાતીય સતામણી કરનાર ગુજરાતી ડોક્ટરને 5 જન્મટીપ
53 વર્ષીય મનીષ શાહને અગાઉ પણ 3 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 15થી 34 વર્ષની મહિલાઓની 115 વખત જાતીય સતામણી બદલ મનીશ શાહને કુલ 5 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 

નરાધમને કોર્ટે ગયા મહિને ઠેરવ્યો હતો દોષિત  
એક રિપોર્ટ મુજબ, મનીષ શાહ (ઉં.વ 53) પૂર્વ લંડનના રોમફોર્ડમાં જનરલ પ્રેક્ટિસ ક્લિનિક ચલાવતો હતો.  ગત સોમવારે મનીશ શાહને બ્રિટનમાં મહિલા દર્દીઓની જાતીય સતામણી કરવાના કેસમાં બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે વધુ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની સાથે બે જન્મટીપની સજા ફટકારી છે. લંડનમાં આવેલા ક્લિનિકમાં મહિલાઓની જાતીય સતામણી કરવાના કેસમાં મનીશ શાહને કોર્ટે ગયા મહિને દોષિત ઠેરવ્યો હતો. 

પ્રતિકાત્મક તસવીર

મનીશ શાહ મહિલાઓ માટે ખતરોઃ ન્યાયાધીશ
કોર્ટેના ન્યાયાધીશ પીટર રૂકેએ જણાવ્યું હતું કે, મનીશ શાહ મહિલાઓ માટે ખતરો છે. આ નરાધમ 2009થી 4 વર્ષમાં પોતાની જાતીય સંતુષ્ટિ માટે મહિલા દર્દીઓને બિનજરૂરી ઈન્ટીમેટ ટેસ્ટ કરાવવા માટે લોકપ્રિય હસ્તીઓના હાઈપ્રોફાઇલ કેસોનો ઉપયોગ કર્યો હતો. ડૉ. મનીષ હાઈ-પ્રોફાઈલ મહિલાઓનો ઉપયોગ કરીને સરળતાથી ભોળી મહિલાઓને ફસાવતો હતો. તેની સામે અત્યાર સુધીમાં કુલ 28 મહિલાઓની 115 વખત જાતીય સતામણી કરવાના આરોપ લાગી ચૂક્યા છે. આ ઉપરાંત તેના પર કેન્સરનો ખોટો ભય બતાવી બિનજરૂરી બ્રેસ્ટ ટેસ્ટ કરવાનો આરોપ લાગ્યા હતા. 

ડૉ.મનીશ શાહ 

5 વખત આજીવન કારાવાસની સજા
આમ કુલ 28 મહિલાઓની 115 વખત જાતીય સતામણી કરવાના કેસમાં દોષી ઠર્યા બાદ વધુ બે જન્મટીપની સજા ફટકારી છે. આમ બ્રિટનમાં મહિલા દર્દીઓની જાતીય સતામણી કરનાર ગુજરાતી ડોક્ટર મનીષ શાહને કુલ પાંચ વખત આજીવન કેદની સજા ફટકારી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ