બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / સુરત / An amount of 97 lakhs was defrauded in the name of canceling the policy with a dealer in Surat

શાતિર / આ પ્રકારના ઈ-મેઈલ આઈડીથી સાવધાન.! સુરતમાં વેપારી 97 લાખમાં લૂંટાયો, પોલિસીને નામે ઠગાઈનો ખેલ ઉઘાડો

Dinesh

Last Updated: 11:07 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : માર્કેટમાં લોકો ગમે તે નામે ઠગાઈનો ખેલ કરી નાખે છે, સુરતમાં વેપારી સાથે પોલિસી કેન્સલ કરવાને નામે 97 લાખની રકમની ઠગાઈ થઈ છે

  • પોલિસીને નામે ઠગાઈનો ખેલ 
  • પોલિસી બંધ કરવા માટે 97 લાખનો ચૂનો 
  • શાતિર શખ્સે વેપારીને ચૂનો લગાડ્યો 


વીમા પોલિસી કેન્સલ કરાવી આપવાના બહાને છેતરપિંડી આચરનારની પોલીસે ધરપડ કરી છે. વાત જાણે એમ છે કે, અલગ અલગ સરકારી ચાર્જીસ ગણાવી સુરતના ફરિયાદી સાથે 97 લાખથી વધુની છેતરપિંડી આચારનાર ગેંગની ગાઝિયાબાદ ખાતેથી સુરત સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. 

એક વર્ષ બાદ આરોપી ઝડપાયો 
ગાઝિયાબાદ ખાતે આ ગેંગ ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી રહી હતી. જે કોલ સેન્ટર પર પાંચ મોનિટર, સીપીયુ,  22 નંગ મોબાઈલ તેમજ પેન ડ્રાઈવ અને 10 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ સાયબર ક્રાઇમે જપ્ત કર્યા છે. સાયબર ક્રાઇમની તપાસમાં આ ગેંગ દ્વારા અલગ અલગ લોકોને ફોન કોલ્સ કરી પોલિસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને છેતરપિંડી આચરતા હતાં. સરકારી કચેરીઓના નામના બોગસ ઇ-મેલ આઇડી ઉપરથી બોગસ અને બનાવટી લેટરો મોકલી અલગ અલગ ચાર્જિસના નામે રૂપિયા પડાવવામાં આવતા હોવાની હકીકત સામે આવી છે. 

કેવી રીતે ઠગાઈ કરી ?
સુરતના એક ફરિયાદી પાસેથી વર્ષ 2016થી પોલિસી કેન્સલ કરી આપવાના બહાને ઠગ ટોળકી દ્વારા 97 લાખ 17 હજારની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઠગ ટોળકીએ સુરતના ફરિયાદીને પોલિસી કેન્સલ કરી આપવાના બહાને અલગ અલગ ચાર્જ જણાવ્યા હતા. ત્યારબાદ સરકારી કચેરીઓના નામના અલગ અલગ બોગસ ઇ મેલ આઇડી ઉપરથી બનાવટી લેટરો મોકલવામાં આવ્યા હતા. જેમાં આઈ.જી.એમ.એસ ડિપાર્ટમેન્ટ, જી.બી.આઈ.સી વીમા અને વિકાસ પ્રાધિકરણ ડિપાર્ટમેન્ટ ઉપરાંત ભારતીય રિઝર્વ બેન્ક, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના લોગો વાળા લેટરો મૂક્યા હતાં. ફરિયાદીએ પોતાની ફ્યુચર જનરલ ઇન્ડિયા કંપનીની બે જીવન વીમા પોલિસી લીધી હતી. જે પોલીસી કેન્સલ કરાવવા માટે સુરતના ફરિયાદીએ આઈ આર.ડી.એ.આઈના ઓનલાઈન આઈ.એમ.જી.એસ પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરી હતી. 

આરોપીઓની ધરપકડ કરાઈ
પોલીસ તપાસમાં સમગ્ર સાયબર ક્રાઇમનું નેટવર્ક ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ ખાતેથી ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું છે. જેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરત સાઇબર ક્રાઇમે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે આવેલા એન્જલ મેગા મોલ તપાસ કરતા કોલ સેન્ટર મળી આવ્યું હતું. જે કોલ સેન્ટર પરથી આરોપીઓની ધરપકડ કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ