બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / અમરેલીના શિક્ષકે અમેરિકાના પ્રેસિડેન્ટને કેરીનો સ્વાદ દાઢે વળગાડ્યો, 6 વર્ષની મહેનત, 10 હજાર આંબાની જાળવણી અને જાત મહેનતથી અમેરિકાને કેરી ખાતું કર્યું
Last Updated: 03:00 PM, 22 May 2024
ગીરની પ્રખ્યાક કેસર કેરી દેશ નહી પરંતું સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થઈ છે. અમરેલી જીલ્લાની કેસર કેરી સાત સમુંદર પાર અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોંચી છે. વિદેશમાં કેસર કેરી પહોંચાડવામાં એક શિક્ષકે ભારે જહેમત ઉઠાવી છે. અમેરિકામાં પ્રતિબંધ લાગેલ કેરીઓ શરૂ કરાવવા 2001 થી લઈ 2007 સુધી અમેરિકા અને ભારત વચ્ચેનાં કરારો કરાવવામાં આવ્યા છે. તેમજ 183 જેટલી પ્રક્રિયા પૂર્ણ કરી કેસર કેરીને અમેરિકાનાં વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમરેલીનાં સાવરકુંડલા તાલુકાનાં મોટા ભામોદ્રાનાં વતની મધુભાઈ સવાણી હાલ તેમની 150 વીઘાની વાડીમાં 10 હજાર આંબાનાં અલગ અલગ પ્રકારનાં વૃક્ષો વાવીને 300-300 ગ્રામની કેરીઓ પકાવીને વિદેશમાં એક્સપોર્ટ કરી હાલ ડોલરમાં રૂપિયા કમાઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકામાં આવેલ ઠવી વીરડી ગામ વચ્ચે આવેલ શ્રીજી બાગ-સવાણી ફાર્મ મધુભાઈ સવાણી જેઓ દામનગર ખાતે શિક્ષકની નોકરી કરીને દીકરાને વિદેશમાં ભણાવવા માટે તેમજ સ્થાયી કરવા માટે નોકરીમાંથી રાજીનામું આપીને અમેરિકા ગયા હતા અને પુત્રને અમેરિકામાં સ્થાયી કરી ફરી તેઓ પોતાનાં માદરે વતન પરત આવ્યા અને ખેતીકામ શરૂ કર્યું. ત્યારે થોડા સમય બાદ ફરી તેઓ દીકરાને મળવા માટે ગયા ત્યારે દીકરા માટે ગુજરાતથી કેસર કેરી લઈ ગયા હતા. કેસર કેરી અમેરિકા તો પહોંચી ગઈ પણ અમેરિકાનાં એરપોર્ટની બહાર લઈ જવા દેવામાં આવી ન હતી અને ત્યાં જ કેરીઓ ફેકી દેવાની મધુભાઈને ફરજ પડતા તેઓ નિરાશ થઈ ગયા હતા. જે બાદ તેઓ દ્વારા તપાસ કરવામાં આવતા અમેરિકાએ અમુક નોમ્સને લઈ કેરી પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ વાતની જાણ તેમનાં દીકરા ર્ડા. ભાસ્કર સવાણીને થતા તેઓએ વ્હાઈટ હાઉસથી લઈને છેક ભારતનાં વિદેશ મંત્રાયલ સુધી 2001 થી લઈ 2007 સુધી અથાગ પ્રયત્નો કર્યા. તેમજ 183 જેટલી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ છેવટે તેમનાં દીકરાની મહેનત રંગ લાવી અને છ વર્ષની અથાગ મહેનત બાદ કેસર કેરી અમેરિકામાં લાવવાની પરવાનગી મળતા દીકરાની આંખો છલકાઈ આવી હતી. યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા મધુભાઈ સવાણી તેમનાં બગીચામાં 10 હજાર જેટલા આંબાનાં વૃક્ષોનું જતન કરે છે. તેમજ રોજ વાડીએ જાય છે. અને કેરીઓની કાળજી રાખતા મજૂરો પર દેખરેખ રાખે છે. કેસર કેરીએ ફળોમાં રાણી ગણાય છે. કેરીઓ 2007 માં અમેરિકા મોકલવા માટે ખૂબ જ જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. કેસર કેરીને હવે એક કેરેટમાં જમા કરાવી ધરમપુર મોકલવામાં આવે છે. જ્યાંથી ગ્રેડેશન થયા બાદ બોક્સમાં પેકીંગ કરી મુંબઈથી કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોંચાડવામાં આવે છે.
નવાઈની વાત તો એ છે કે જે કેરી પર અમેરિકાનાં સત્તાધિશો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે સત્તાધિશોએ હોંશે હોંશે કેરીનો સ્વાદ માણ્યો હતો. આ કેસર કેરીઓ પ્રથમ વખત અમેરિકા પહોંચી ત્યારે વ્હાઈટ હાઉસનાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો હતો. તેમજ ડચેસ ઓફ ન્યૂયોર્કમાાં પ્રિન્સ એન્ડુની પત્ની સારાહ ફગ્યુસને પણ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો હતો. જ્યારે રાણી એલીજાબેથનાં પુત્રવધૂએ પણ કેરીઓનો સ્વાર માણ્યો હતો. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત અમેરિકાનાં વોશિગ્ટન ખાતે બિઝનેસ કાઉન્સીલમાં ગયા ત્યારે મોદીનાં વિઝા કેન્સલ કરનાર નેન્સી પ્લોસીએ મધુભાઈ સવાણીનાં ફાર્મ પરથી 25 કેરીઓ મંગાવી વડાપ્રધાનને ભોજનમાં પીરસવામાં આવી હતી. અમરેલીની કેરીઓ અમેરિકા સુધી પહોંચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.