બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ઉંમર હાલ 80 વર્ષ થઈ ચૂકી છે. પરંતુ આ ઉંમરે પણ તેઓ કામને લઈને કોઈ કસર બાકી નથી રાખતા તેઓ આ ઉંમરે પણ 12-12 કલાક કામ કરે છે. જેના કારણે લોકો પણ હેરાન રહી જતા હોય છે. જોકે લોકો તેમની તબિયતને લઈને પણ ટેન્શનમાં રહેતા હોય છે. ત્યારે વધુમાં તેમણે એક એવી ટ્વીટ કરીને જેના કારણે તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે.
T 4205 - heart pumping .. concerned .. and the hope ..🙏❤️
— Amitabh Bachchan (@SrBachchan) February 27, 2022
ADVERTISEMENT
હ્રદયના ધબકારા વધી રહ્યા હોવાનો ઉલ્લેખ
ADVERTISEMENT
ગત રવિવારે રાતે તેમણે તેમણે ટ્વીટ કર્યું કે હ્રદયના ધબકારા વધી રહ્યા છે. ચિંતા થઈ રહી છે. આશા છે કે બધુ ઠીક થઈ જાય. આટલું કહ્યા બાદ તેમણે હાથ જોડવા વાળા ઈમોજી પણ મુક્યા હતા. જોકે આ ટ્વીટ જોઈને મોટા ભાગના લોકો હેરાન રહી થઈ ગયા છે સાથેજ તેમને કારણ પણ પુછી રહ્યા છે.
ફિલ્મ ઝુંડમાં જોવા મળશે
ADVERTISEMENT
શું ખરેખરમાં મહાનાયકની તબિયત સારી નથી કે પછી કઈ અલગ વાત છે. એ વીશે જાણવા રાહ જોવી પડશે. તેમના કામની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં ફિલ્મ ઝુંડમાં જોવા મળશે. આ ફિલ્મનું ટિઝર અને પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પ્રોજેક્ટની નથી કોઈ કમી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આજે પણ અમિતાભ પાસે પ્રોજેક્ટની કોઈ કમી નથી. તેઓ ટૂંક સમયમાં ઝુંડ ફિલ્મમાં તો જોવા મળશેજ આ સિવાય પણ તેઓ રનવે 34, uyarandha mainthan, ગુડ બાય, ઉચાંઈ, પ્રોજેક્ટ અને બટરફ્લાય જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.