બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / amitabh bachchan to play cameo in gujarati film fakt mahilao mate

ઢોલિવૂડ / ગુજરાતી કોમેડી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' માં દેખાશે અમિતાભ બચ્ચન, જાણો ક્યારે થશે રીલીઝ

Published By: Mayur

Last Updated: 07:54 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સદીના મહાનાયક મેગસ્ટાર Amitabh Bachchan હવે એક ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવતા દેખાશે. આ ફિલ્મનું નામ છે 'ફક્ત મહિલાઓ માટે'. જાણો આ ફિલ્મમાં શું છે બિગ બી વિશે ખાસ.

  • ગુજરાતી ફિલ્મમાં દેખાશે અમિતાભ બચ્ચન 
  • ફિલ્મનું નામ ફક્ત મહિલાઓ માટે 
  • સ્પેશ્યલ કેમિયો કરવા આવશે બિગ બી 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એમ તો ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે પરંતુ હવે તેઓ વધુ એક ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરતાં નજરે ચડશે. જેને લઈને ચાહકોની ઇંતેજરી વધી છે. 

ફક્ત મહિલાઓ માટે!
ના એટલે જો તમે એવું સમજતા હોવ કે આ ફિલ્મ કે જેમાં બિગ બી દેખાવના છે એ માતર મહિલાઓ જ જોઈ શકશે તો એવું બિલકુલ નથી. આ તો ફિલ્મનું નામ છે. આ ફિલ્મના નિર્માતા છે બિગ બીના મિત્ર એવા આનંદ પંડિત. આનંદ પંડિત અને વૈશલ શાહની અઆ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ હશે જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કેમિયો કરતાં નજરે ચડશે. 

સીધા સેટ પર જ આવી ગયા

બિગ બી ફિલ્મમાં કેવી રીતે આવ્યા તે યાદ કરતાં આનંદ પંડિતે કહ્યું, “અમિત જી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ બની રહી છે જેઓ વર્ષોથી મારા માટે ઘણી બધી રીતે મિત્ર, મેન્ટર અને ગાઈડ રહ્યા છે. જે પળે મેં તેઓને પૂછ્યું કે શું તે ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મમાં કેમિયો કરશે, તેમણે તરત જ કહ્યું, ‘હા!’ તેણે સ્ક્રિપ્ટ સાંભળવાનું કે ડિરેક્ટર કોણ છે તે જાણવાનું પણ કહ્યું નહીં સીધા સેટ પર જ આવી ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે અમિતજી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે.

 

નિર્માતા આનંદ પંડિતના લગણીસભર શબ્દો 

આનંદે વધુમાં કહ્યું હતું કે ''ગુજરાતી ભાષા સાથેની તેમની સરળતાથી દરેકને આશ્ચર્ય થયું હતું પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ભાષાશાસ્ત્રી છે અને વિવિધ ભાષાઓની ઊંડાઈ પણ એકદમ સહેલાઈથી પકડી લે છે. મને યાદ છે કે તેમને ‘લાવારિસ’માં જોયા હતા જ્યાં તેઓ એક હાસ્ય દ્રશ્યમાં ઘણી ભાષાઓ બોલતા હતા અને મને ત્યારે થોડી ખબર હતી કે એક દિવસ, તેઓ મારી પોતાની ગુજરાતી ફિલ્મ માટે કેમેરાનો સામનો કરશે! હંમેશની જેમ, તેમણે પોતાના પ્રોફેશનલીઝમ અને જાદુઇ કરિશ્માથી બધાને ચોંકાવી દીધા હતા"

તેમણે ઉમેર્યું હતું કે, ''જ્યારે અમિતજીએ સેટ પર સ્ક્રિપ્ટ સાંભળી, ત્યારે તેમને રમૂજી ટ્વિસ્ટ ગમ્યા અને શૂટ દરમિયાન તેઓ દિલથી હસ્યા હતા. તેઓ હંમેશની જેમ સમયસર આવ્યા હતા અને તેમણે સમયસર અને ચોકસાઈથી તેમના દ્રશ્યો પૂરા કર્યા હતા. આ માટે તેમના કરીએ એટલા વખાણ ઓછા પડે.''

ક્યારે રીલીઝ થશે?

આ ફિલ્મ આ વર્ષના ઓગસ્ટ મહિનાની 19 તારીખે રીલીઝ થશે. એવી માહિતી ફિલ્મ સાથે સંકળાયેલ લોકોએ આપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Dhollywood fakt mahilao mate ઢોલિવૂડ ન્યૂઝ ફક્ત મહિલાઓ માટે amitabh bachchan in fakt mahilao mate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ