બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachchan facing water supply issue at home reveals the ordeal in the blog

ના હોય / બોલિવૂડના મહાનાયકને પોતાના ઘરમાં જ પડી રહી છે જીવન જરૂરિયાતની ચીજની મુશ્કેલી, જાણો શું કહ્યું બ્લોગમાં

Published By: Bhushita

Last Updated: 08:47 AM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના મહાનાયક બીગ બીના ઘરમાં હાલમાં વોટર સપ્લાયની ખામી જોવા મળી રહી છે. જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનો ઉલ્લેખ તેઓએ પોતાના બ્લોગમાં કર્યો છે.

  • બોલિવૂડના મહાનાયકે લખ્યો બ્લોગ
  • ઘરમાં વોટર સપ્લાયની આવી રહી છે મુસીબત
  • બીગ બીને પાણીની તંગીનો કરવો પડી રહ્યો છે સામનો


બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘરમાં હાલના દિવસોમાં વોટર સપ્લાયની ખામી જોવા મળી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એક્ટરે લખ્યું કે આ થકવી દેનારો દિવસ રહ્યો છે અને શક્ય છે કે કાલના દિવસના અંતમા તેનું સોલ્યુશન આવે. કંઈ પોઝિટિવ પરિણામ આવે, જોઈએ...

બીગ બીના ઘરમાં પાણીની તકલીફ? 
અમિતાભ બચ્ચને લખ્યું આજે મારું મોડું થવું એ થાકના કારણે હતું. આ માટે આવનારા કેબીસીના શૂટને માટે સમયથી જલ્દી આવી ગયો. આ માટે સવારે 6 વાગે જાગ્યો અને ખ્યાલ આવ્યો કે ઘરમાં પાણી આવી રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને દિલની વાત બ્લોગમાં લખી છે. તેઓ ઘણા લાંબા સમયથી બ્લોગ પર એક્ટિવ રહે છે.  

સતત બીઝિ રહે છે અમિતાભ બચ્ચન
ઉંમરના આ પડાવે પણ અમિતાભ બચ્ચન સતત કામ કરતા રહે છે. હાલમાં તેઓ રોજના 12 કલાક કામ કરે છે. આ સાથે ફિલ્મો અને ટીવી શોના શૂટિંગમાં વ્યસ્ત રહે છે. આવનારા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેઓ કૌન બનેગા કરોડપતિને ફરીથી શરૂ કરી ચૂક્યા છે તો સાથે જ અનેક ફિલ્મો પણ રીલિઝ થવા માટે તૈયાર છે.  
 

આવશે આ ફિલ્મો
અમિતાભ બચ્ચનની તમામ ફિલ્મો લોકડાઉન પહેલાથી રિલિઝ થવા માટે અટકેલી છે. કોરોનાના કારણે થિયેટર્સ બંધ રહેતા તેને રિલીઝ કરાઈ નથી. આશા છે કે તેને જલ્દી રીલિઝ કરી દેવાશે. ઝુંડ, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાય, મેડે, ગુડ બાય અને નાગ અશ્વિનની એક ફિલ્મ પણ રીલિઝ થવામાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Issue blog facing water supply અમિતાભ પાણીની તકલીફ બીગ બી બ્લોગ વોટર સપ્લાય amitabh bachchan facing water supply issue

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ