બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Amit Shah will present the gift of development works to Smart City Ahmedabad during his visit to Gujarat today
Last Updated: 07:58 AM, 30 September 2023
ADVERTISEMENT
દેશને વિકાસનો પંથ આપનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વધુ એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. આજે મોડીરાત્રે કેન્દ્રીય ગૃહમંત્રીનું ગુજરાત આગમન થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. અમિત શાહ આવતી કાલે સરખેજના ઓકાફ તળાવના નવીનીકરણ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જ્યારે ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોના પણ શ્રી ગણેશ કરશે.

ADVERTISEMENT
ગાંધીનગર - અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
તે જ રીતે જગતપુર ગામ તળાવના નવીનીકરણ કાર્યો અને ત્રાગડ ગામના નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરવામાં આવશે તો ત્રાગડ ગામમાં નવનિર્મિત લલિતા ગોવિંદ ઉધાનનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવશે.અમિત શાહના આગમનને પગલે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરીમાં જોતરાયું છે.
ADVERTISEMENT
જગતપુર ગામ તળાવના નવીનીકરણ કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે
AMC અને AUDAના વિકાસ કામોનું અમદાવાદીઓને ગૃહમંત્રીના હસ્તે ભેટ મળવા જઇ રહી છે. શાહના હસ્તે ગાંધીનગરના Niper એરપોર્ટ સ્ટેશન પાસે બપોરે 02:30 વાગ્યાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરાશે. આમ લગભગ 1500 કરોડ રૂપિયાના ભાજપ દ્વારા કુલ સાત કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે જે સવારે 9:45 કલાકથી શરૂઆત થશે અને બપોરે 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સંપન્ન થશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.