બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amit Chavda said, there was a conversation with Kirit Patel, the public will give an answer to Chirag Patel

નિવેદન / કોંગ્રેસ ધારાસભ્યોમાં કેમ છે નારાજગી? અમિત ચાવડાએ કહ્યું, કિરીટ પટેલ સાથે થઈ ગઈ વાતચીત, ચિરાગ પટેલને જનતા આપશે જવાબ

Priyakant

Last Updated: 03:21 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Chavda Statement Latest News: અમિત ચાવડાએ કહ્યું, થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે અને સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું

  • કિરીટ પટેલની નારાજગી પર અમિત ચાવડાની પ્રતિક્રિયા
  • કિરીટભાઈ સાથે મારે વાત થઈ છેઃ અમિત ચાવડા
  • સંગઠનના ધારાસભ્યોની બેઠકમાં પ્રશ્નોનું આવશે નિરાકરણ: અમિત ચાવડા
  • ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે અમિત ચાવડાનું નિવેદન: અમિત ચાવડા
  • કોંગ્રેસમાં જોડાયા ત્યારે ભાજપથી નારાજ હતા: અમિત ચાવડા
  • ચિરાગ પટેલે જનતા અને પક્ષ સાથે કર્યો દ્રોહ: અમિત ચાવડા

Amit Chavda Statement : કોંગ્રેસ MLA કિરીટ પટેલની નારાજગી મામલે અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. અમિત ચાવડાએ કહ્યું કે, કિરીટ પટેલ સાથે મારે વાતચીત થઈ છે. થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે અને સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું. આ સાથે ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે, વિધાનસભામાં 156 બેઠક જીત્યા બાદ પણ ભાજપમાં અસંતોષ છે. 

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગીની વચ્ચે હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. આ સાથે કહ્યું કે આ બેઠકમાં સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું. આ તરફ ચિરાગ પટેલના રાજીનામાં અંગે કહ્યું કે, જ્યારે તે કોંગ્રેસમાં પ્રવેશ્યા ત્યારે ભાજપથી નારાજ હતા. ચિરાગ પટેલે તેમના વિસ્તારની જનતા અને પક્ષ સાથે દ્રોહ કર્યો છે. આવનારા દિવસોમાં જનતા જવાબ આપશે. 

શું કહ્યું હતું કિરીટ પટેલે ? 
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.. નારાજગી અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે એટલે પક્ષ સામે નારાજગીનો કોઇ પ્રશ્ન નથી. પરંતુ પક્ષના કેટલાક હોદ્દેદારોથી નારાજ છું. પાટણના કોંગ્રેસી ધારાસભ્યએ આરોપ મૂક્યો કે, અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ રૂપિયા લઈને કરવામાં આવી છે અને આવા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર વિરૂદ્ધ અમે પ્રદેશકક્ષાએ અનેક રજૂઆત કરી છે, છતાં કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. આ સાથે કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે, જો ટુંક સમયમાં અમારી માગ પૂરી કરવામાં નહીં આવે તોચોક્કસ રાજીનામું આપીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ