બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Amidst the second wave of Corona, the Gujarat government took the biggest decision regarding schools
Last Updated: 08:22 PM, 3 April 2021
ADVERTISEMENT
ગુજરાતમાં શાળાઓને બંધ કરવાના આદેશ કરાઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસના કારણે ધો.1થી 9 સુધીના શાળાઓ બંધ કરવાનો આદેશ કોર કમિટી દ્વારા કરાયો છે. જો કે, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઓનલાઈન ક્લાસ શરૂ રખાશે. હાલ પુરતું ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. ગુજરાતમાં બાળકોમાં કોરોના કેસ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને કરાયો છે. રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓ બંધ કરાશે.
ADVERTISEMENT
સોમવાર 5મી એપ્રિલથી શાળાકાર્ય બંધ રાખવામાં આવશે. અને અન્ય સૂચનાઓ કે, આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવશે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં બાળકોમાં કોરોનાનુ સંક્રમણ વધ્યું
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બાળકોમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. બાળકોને કોરોના વધતા ડૉકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.